રિલાયન્સ માર્ટમાં વધુ એક કલગીનો થશે ઉમેરો, વોલગ્રીન બુટ્સ સાથે મંત્રણા કર્યા બાદ લેવાશે નિર્ણય
હાલ રિલાયન્સ વૈશ્વિક રૂપા પોતાનો પગદંડો જમાવી રહ્યું છે એટલું જ નહીં દરેક ક્ષેત્રે રિલાયન્સ ધીરે ધીરે પોતાનો પગપેસારો પણ કરતું જોવા મળે છે અને વિકાસની ગાડીને પાઠ દોડાવવા માટે પણ કાર્ય કરી રહ્યું છે. ત્યારે ફરી એક વખત મુકેશ અંબાણી કે જે કેમિસ્ટ ક્ષેત્રે ખ્યાતિ ધરાવે છે તે વોલગ્રીન બૂટ્સને બુસ્ટર ડોઝ આપવામાં આવશે. હાલ ખ્યાતિ પ્રાપ્ત કરેલી બુટસ કંપની ઘણા ઉતાર-ચઢાવ વચ્ચે આજે પણ ટકેલી છે પરંતુ જે રીતે તેનો વ્યાપ થવો જોઈએ તે થઈ શક્યો નથી. ત્યારે રિલાયન્સ બુટસ કંપની સાથે ભાગીદારી કરવા માટે તત્પર બન્યું છે. તો હજુ યોગ્ય વાર્તા લાભ થયા બાદ તે અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે.
રિલાયન્સ માર્ટ નો લક્ષ્ય છે કે દર ત્રણ દુકાને એક દુકાન રિલાયન્સની હોવી જોઇએ ત્યારે આ યોજનાને ફળીભૂત કરવા માટે કંપની દ્વારા તમામ ઉચ્ચ કક્ષાની જે કંપનીઓ છે અથવા તો જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પુરી પાડી રહી છે તેમની સાથે ભાગીદારી કરવાનું શરૂ કર્યું છે જેના ભાગરૂપે રિલાયન્સ કેમિસ્ટ ક્ષેત્રે પગદંડો સ્થાપિત કરનાર અને યુરોપમાં એક ખ્યાતિ ઉભી કરનાર બુટસ સાથે ભાગીદારી કરશે. વિદેશી કંપની અંગે જો વાત કરવામાં આવે તો તેનું પ્રદર્શન વૈશ્વિક ફલક ઉપર હોવું જોઈએ તેમાં ઘણા ખરા અંશે ઘટાડો જોવા મળ્યો છે અને તેને હાલ એમેઝોન સામે પણ ઘણી બધાનો સામનો કરવો પડી રહ્યો છે.
કોરોના ની કપરી પરિસ્થિતિમાં પણ જ્યારે દવા બજારની માંગ વધી હતી તે સમયે પણ વિદેશી કંપની બુટસ પોતાનું યોગ્ય પ્રદર્શન કરી શક્યું ન હતું ત્યારે રિલાયન્સ દ્વારા તેને બુસ્ટર ડોઝ આપવામાં આવે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. વોલગ્રીન બુટશે ઘણા કર્મચારીઓને છૂટા પણ કરી દીધા છે કારણ કે જે રીતે યોગ્ય આવક ઊભી થવી જોઈએ તે થઈ શકી નથી અને જે રીતે ભાગીદારી કરવામાં આવી હતી તેમાં પણ ઘણી નુકસાનીનો સામનો કંપનીએ કરવો પડ્યો હતો.
આગામી સમયમાં વોલ ગ્રીન કંપની આગળ ચાલે અને વિકાસ તરફ હરણફાળ ભરે તે માટે કોઈ કંપની નો ટેકો હોવો એટલો જ જરૂરી છે ત્યારે હાલની સ્થિતિને ધ્યાને લઈ જે રીતે રિલાયન્સ પોતાના રિલાયન્સ માર્ટ અને વિકસિત કરી રહ્યું છે અને પ્રસરાવી આવી રહ્યું છે ત્યારે એક વખત રિલાયન્સ તેના કાર્ય હાથ ધરશે અને વિશ્વની મોટી કંપની સાથે ભાગીદારી નોંધાવશે.