૨૦૨૦ સુધીમાં સમુદ્રના પેટાળમાં કેબલ માળખુ પાથરી દર વર્ષે ૬૫૦૦ કરોડ રળવાની રણનીતિ
રિલાયન્સ કોમ્યુનિકેશન યુરોપ અને એશિયા સુધી કેબલનું માળખુ પાથરવાનો તખ્તો તૈયાર કરી રહ્યું છે. રિલાયન્સ કોમ્યુનિકેશન (આર કોમ) ૬૦૦ મીલીયન ડોલરના ખર્ચે દરિયાના પેટાળમાં ૬૮૦૦૦ કિ.મી. લાંબા કેબલ પાથરશે જેનાથી કંપનીની કુલ કેપેસીટી ૧૦ ગણી થઈ જશે.
દરિયાના પેટાળમાં કેબલ પાથરવાના કારણે ભારતનો વેસ્ટમાં ઈટાલી તેમજ ઈસ્ટમાં અહોંગકોંગ સુધી સંપર્ક વધી જશે. આર કોમનો આ પ્રોજેકટ ૨૦૧૯ સુધીમાં કાર્યરત થઈ જશે. ત્યારબાદ દર વર્ષે એક બીલીયન અમેરિકન ડોલરની રેવન્યુ મળશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.
હાલ અનિલ અંબાણીની આર કોમ ૪૫૦૦૦ કરોડના દેવામાં ડુબેલી છે. બિઝનેસનો અમુક હિસ્સો ભાઈ મુકેશ અંબાણીને આપવાનું નકકી થયું છે. પરિણામે નવું આર કોમ નાનુ હશે પરંતુ તેના મુળ વેસ્ટથી ઈસ્ટ સુધી પથરાયેલા રહેશે. કંપની ૬૮૦૦૦ કિ.મી.નું કેબલ માળખુ સમુદ્રના પેટાળમાં પાથરશે. જેનાથી પ્રારંભીક તબકકે દર વર્ષે કંપનીને ૧ બીલીયન ડોલરની આવક થશે તેવું માનવામાં આવી રહ્યું છે.