‘ભાઈ-ભાઈ ન રહા’
માલવીન્દરે સીવીન્દર વિરુધ્ધ દાખલ કરી ફરિયાદ
ફોર્ટીઝ હેલ્થકેરના પૂર્વ પ્રવર્તક માલવીન્દરસિંહે પોતાના ભાઈ સીવીન્દરસિંહ તથા રાધાસ્વામી સત્સંગના પ્રમુખ ગુરીન્દર ઢીલ્લોં અને અન્ય લોકો વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં ફરિયાદમાં જણાવતા કહેવામાં આવ્યું હતું કે, માલવીન્દરે તેમના ઉપર ધોકો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના પ્રત્યુત્તરમાં માલવીન્દર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદની વાત કરવામાં આવે તો ગુરકિરતસિંહ ઢીલ્લોં, ગુરપ્રિતસિંહ ઢીલ્લોં, શબનમ ઢીલ્લોં તથા ગોધવાણીના પરિવારજન સુનિલ તથા સંજયનું પણ નામ સામે આવ્યું છે.
માલવીન્દરે જણાવતા કહ્યું હતું કે, આર્થિક અપરાધ શાખામાં તેમના પરિવાર અને તેમના ભાઈ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં તેમના ભાઈ અને તેમના સાગ્રીતો દ્વારા આર્થિક રીતે તેમના ઉપર ભીંસ મુકવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ દેવામાં આવી હતી.
તેઓનો આરોપ છે કે, તેમના ભાઈએ તેમના સાગ્રીત સાથે ભેગા મળી રેલીગેર એન્ટરપ્રાઈઝ અને રેલીગેર ફીનવેસ્ટ લીમીટેડમાં પણ નાણાકીય બાબતો ઉપર આરોપો લગાવવામાં આવ્યા હતા. ત્યારે વાત કરવામાં આવે તો પહેલા અંગ્રેજી કહાવત પ્રમાણે કહેવાતું હતું કે, ‘એવરીથીંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વોર’ પરંતુ હવે પરિસ્થિતિ સામે આવી છે કે, ‘એવરીથીંગ ઈઝ ફેર ઈન કોર્પોરેટ’ જે રીતે રિલાયન્સના મુકેશ અંબાણી અને અનિલ અંબાણી જેમ ભાઈ ભાઈ ન રહા તેવા દ્રશ્યોનું સર્જન થયું છે. એવી જ રીતે રેલીગેર અને ફોર્ટીઝના બન્ને ભાઈઓ વચ્ચે પણ સરખા વાટાઘાટોના પગલે બન્ને વચ્ચે ભેદભાવ પણ ઉદ્ભવીત થતાં જોવા મળી રહ્યો છે ત્યારે આ ફરિયાદ કેટલા અંશે કોને નુકશાન પહોંચાડશે તે આવનારો સમય જ બતાવશે.