ગુજરાત હાઈકોર્ટના ધારાશાસ્ત્રી ડો. પરકીન રાજા એ એક અખબારી યાદીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ખુલ્લો પત્ર લખતા જણાવ્યુ છે કે, દેશ આજ અભૂતપૂર્વ ગંભીર પરિસ્થિતિ માં થી પસાર થઇ રહ્યો છે ત્યારે દેશના સર્વે પ્રજાજનો એ આપની એક અપીલ પર જનતાકર્ફયુને ત્યારબાદ લોકડાઉન જેવા આપના આદેશ ને સહર્ષ માથે ચડાવ્યો છે ત્યારે મારી એક દેશના નાગરીક તરીકે નમ્ર વિનંતી છે કે દેશના પ્રથમ હરોળમાં સ્થાન ધરાવતા અને વિશ્ર્વ ના અબજોપતિ માં જેની ગણતરી થાય છે તેવા અંબાણી ગ્રુપ , અદાણી ગ્રુપ અને બીજા ઘણા ઉધોગપતિ ઓ છે જે આપની સાથે ઘનિષ્ઠ સંકળાયેલા છે.!! તેઓ ને આપ વિનંતી કે અપીલ કરી દેશ માટે ખુલ્લા હાથે આર્થીક સહાય , જરુરયાતમંદો ને મેડીકલ સહાય , જીવનજરુરી ચીજો નુ મફત વિતરણ , દવાઓનુ મફત વિતરણ કરે અને આજ જયારે વિશ્ર્વ ના તમામ દેશો ના અબજોપતિ ઓ બિલ ગેટસ વગેરે એ પોતાના દેશ ના માટે આવી વિકટ પરીસ્થિતી માં પોતાની તીજોરી ના દરવાજા ખોલી નાખ્યા છે.
ભારત જયારે કોરોના સામે બીજા કે ત્રીજા સ્ટેજ પર છે ત્યારે બજારમાં ખુલ્લેઆમ સેનીટાઈજર્સ, માસ્કના કાળાબજાર થઈ રહયા છે. સરકાર મુકપ્રેશ્રક બની નિહાળી રહી છે. લોકડાઉન ને લીધે જીવનજરૂરી ચીજો અનાજ, દૂધ ખાંડ, બાળકો નો દૂધ નો પાવડર વગેરે પણ ટુંક સમયમાં બજાર માં થી અદ્રશ્ય થઈ જશે. આવા કટોકટી ના સમય માં આપની દેશના તમામ અબજોપતિ ઓ ચોકકસ મદદ માટે તૈયાર થઈ સરકારની પડખે ઉભા રહેશે. કારણકે જે ઉધોગપતિ ઓ એ ભુતકાળમાં મફત સીમકાર્ડ વેચ્યા હતા. વારંવાર નોટબંધી થી લઈ તમામ દેશ ના સંકટો માં પ્રજાજનો ને અપીલ કરીને સાથ માંગો છો. તેવી જ રીતે આપના સાથે સંકળાયેલા અબજોપતિ ઉધોગપતિ ઓ ને આપ દેશ ની અભૂતપૂર્વ ગંભીર પરિસ્થિતિ માં આર્થીક સહાય કરવા અપીલ કરી છે.