ક્રાઈમ બ્રાંચ અને એસ.ઓ.જી.એ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો: આરોપીનો ચોંકાવનારો ખુલાસો પોતાની માતા સાથે ફરિયાદી નગાભાઈને સબંધ હોય જેથી તેને ખતમ કરવા આરોપીએ હત્યાની કોશિશ કરી હતી
તા.07/10/2022 ના રોજ તાતીવેલાથી આંબલીયાળા જતા રસ્તા પર નગાભાઇ બામણીયા નામના આધેડ પર એક ઇસમ ફાયરીંગ કરી નાસી ગયેલ હતો. આધેડ ને જીવલેણ ઇજા થતા વેરાવળ સરકારી હોસ્પીટલથી રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવેલ અને આ ફાયરીંગના બનાવને લીધે ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયેલ હતો.
ત્યારે ધોળા દિવસે ફાયરિંગ કરીને હાફ મર્ડર કરનાર આરોપીને શોધવા ક્રાઇમ બ્રાન્ચ,એસ.ઓ.જી, અને સ્થાનિકપોલીસ દ્વારા ટીમો બનાવી નેત્રમ સિસિટીવી ના ફૂટેજ શોધવાનું શરુ કરાયું તેમજ આરોપીને પકડવા સમગ્ર જીલ્લામાં નાકા બંધી કરવામાં આવેલ. જેમાં સી.સી.ટી.વી. નેત્રમ ટીમ દ્રારા ફાયરીંગ કરી નાસી જનાર ઇસમની બાઇક એફ.ઝેડ મોટરસાઇકલ જેના નંબર જી.જે.25 એ.સી.9103 નંબરની વેરીફાઇ થતા ક્રાઇમ બ્રાન્ચ અને ત.જ્ઞ.લ દ્વારા માહીતી મળેલ કે આરોપી દિલ્હી હરીયાણા બાજુ નાશી ગયેલ છેે .જેથી ક્રાઇમ બ્રાંચ ની ટીમ તાત્કાલિક તપાસમાં નીકળી હતી. ફાયરીંગ કરનાર આરોપી 27 વર્ષીય યુવક સુખદેવ ભુપતભાઈ ઓડેદરા
જે મૂળ પોરબંદર નો હોય અને હરીયાણા ફરીદાબાદ ભાગી ગયેલ હતો તેને ફરીદાબાદ ખાતેથી પકડી પાડેલ.
આરોપીની પોલીસ પુછપરછમાં હત્યાના પ્રયાસનું કારણ ફરીયાદી સાથે પોતાની માતા સંપર્કમાં હોય અને જેના કારણે ઘરમાં અવાર નવાર ઉગ્ર વાતાવરણ થતુ હોય અને આ બાબતથી કંટાળી જઇ આરોપીએ ફરીયાદીને મારવાનું નકકી કરી જેની તૈયારી રૂપે દેશી બનાવટનું હથિયાર ફરીદાબાદથી સાથે લઇ આવેલ અને અગાઉ એક દિવસ આવી ફરીયાદીની રેકી કરી આ કૃત્ય આચરેલનું જણાયેલ છે.