રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેચાયો છે, ત્યારે ધરતી પુત્રોએ વરસાદની મોસમ પ્રમાણે વાવેતર કર્યું હોય છે. અને આ માહોલમાં જો વરસાદ ખેચાય છે તો પાકને નુકશાન થવાનો ભય પણ ખેડૂતોને સતાવી રહ્યો છે. આ ચિંતાના વાતાવરણમા એક સારા સમાચાર આવ્યા છે.
હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગામી દિવસોમાં કેવો વરસાદ થસે તે અંગે આગાહી કરી છે જે મુજબ હજુ ચોમાસુ પૂર્ણ નથી થયું, અને આગામી દિવસોમાં ક્યારે કેવો વરસાદ થશે તેનું અનુમાન પણ દર્શાવ્યું હતું. ઓગષ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદ સારો રહેશે. 16 ઓગષ્ટથી વરસાદની શરૂઆત થશે અને ભારેથી આતિભારે વરસાદ નહીં પરંતુ મધ્યમ વરસાદ રહેશે. જે મુખ્યત્વે પૂર્વા ભારતમાં વરસાદ વરસસે. 17, 18, 19 સુધીનો વરસાદ ખેડૂતો માટે લાભદાયી નિવડસે. આ સમય દરમ્યાન માઘ નક્ષત્ર હોય અને આ નક્ષત્રમાં વરસેલા વરસનું પાણી સીધું એકત્રિત કરી શકાય છે જે લાંબા સમય સુધી સચવાઈ રહે છે.
18થી 23 ઓગષ્ટ દરમિયાન ગુજરાતનાં વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે, આ ઉપરાંત 27થી 31 ઓગષ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં વરસાદની શ્ક્યતો રહે છે. તેમજ માઘ નક્ષત્રમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર અને મધ્ય ગુજરતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાશે.
પેસિફિક મહાસાગરની સ્થિથીને કારણે ઓગષ્ટ મહિનામાં વરસાદ ખેચાયો છે, પરંતુ ચાલુ મહિનાના અંતમાં અને આગામી મહિનાની શરૂઆતમાં સારો વરસાદ થવાના એંધાણ છે. જે ખેડૂત મિત્રોને પણ ચિંતામુક્ત કરશે. વર્તમાન પારિસ્થિમાં વરસાદ ખેચાવાને કેને પિયતના પાણીમાં કમી આવી છે પરંતુ હજુ થોડો સમય આ રાહ જોવી રહી .