ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપવાનું લગભગ અઘરું બની જાય છે. ઉનાળામાં ઠંડક માટે ઠંડા પીણાનો જ સહારો લેવો પડે છે તેમના માટે લોકો ઠંડા પીણા ફ્રુટના રસો તેમજ શેરડીના ગ્લુકોઝ પાણી વધુ પ્રમાણમાં લેતા હોય છે ત્યારે આંબલવાળુ લુ થી રક્ષણનો શ્રેષ્ઠ ઉપાય છે
આ પીણુ ઘરે જ બનાવી શકાય છે
ખાટી આંબલી (કાતરા)ની 50 ગ્રામ છાલ અડધા લીટર પાણીમાં સાંજે પલાળી સવારે ગાળી નાખવુ ત્યાં જુદા વાસણમાં સાંજે પાંચેક લીટર શુધ્ધ પાણીમાં અધકચરી ખાંડેલી 5 ગ્રામ વરીયારી તેમજ બીજા અડધા લીટર પાણીમાં 100 ગ્રામ દેશી ગોળ ઓગાળી ત્રણેયને મિશ્રણ કરતા આશરે 6 લીટરનું આંબલવાળુ તૈયાર થાય જે અર્ધાથી 1 ગ્લાસ સેવન કરવુ જોઇએ.
આંબલવાળુથી થતા ફાયદા
આંબલવાળુ હાજર ઈલેક્ટ્રોલાઇટ્સ પોટેશિયમ છે. તેથી શરીર હાઈડ્રેટ થાય છે. આંબલવાળુનો ઉપયોગ સ્પોર્ટ્સ ડ્રિંક તરીકે કરી શકાય છે. તે શરીરમાં બ્લડ શુગર લેવલને વધારે છે. જેના કારણે સ્નાયુઓમાં ઉર્જા પુન:સ્થાપિત થાય છે.
તેમાં ફિનોલિક અને ફ્લેવોનોઈડ એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. જેના કારણે તે હેલ્ધી ડ્રિંક છે. શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સ જાળવી રાખે છે. જે લીવરને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે થોડી માત્રામાં ફાઈબર હોય છે. શરીરને હાઈડ્રેટ પણ રાખે છે. જેના કારણે શરીરમાં પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સની કમી નથી રહેતી અને કબજિયાતની સમસ્યા પણ થતી નથી.