Ambaji : માં શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ પર્વ. ત્યારે નવરાત્રિ પર્વ શરૂ થતાં જ ભક્તો શક્તિપીઠ અંબાજી માં અંબાના દર્શન કરવા ઉમટ્યા છે. અંબાજી મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ નવરાત્રિના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવી હતી.

ambaji

મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન

દર વર્ષે નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટ સ્થાપના કરવામાં આવી હતી. જેમાં મંદિરના વહીવટદાર, અંબાજી મંદિરના સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ઘટસ્થાપના વિધિમાં સાત ધાન્યને કાંપની માટીમાં રોપવામાં આવ્યા છે. તેમજ માન્યતા પ્રમાણે ઘટ સ્થાપન વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે.

 મંદિરના વહીવટદારે કર્યુ ઘટસ્થાપન

ઘટ સ્થાપન પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર જણાવ્યું હતું કે નવરાત્રીના પ્રારંભે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન થયું છે. આ સાથે શાસ્ત્રોક્ત વિધિ સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે. અંબાજીમાં માં શક્તિનું હૃદય બિરાજમાન છે ત્યારે માં શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે મંદિરના સભામંડપમાં ઘટ સ્થાપન વિધિ પૂર્ણ કરાય છે.

બહોળી સંખ્યામાં ભકતોએ કર્યા દર્શન

શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. તેમજ નવરાત્રી પર્વનો પ્રારંભ થતા બહોળી સંખ્યામાં લોકો માં અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. ત્યારે દૂરદૂરથી નવરાત્રિ નિમિત્તે આવેલા ભકતોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તોની ભીડ વચ્ચે પણ માં અંબાના શાંતિપૂર્વક દર્શન થતાં ભાવિકોએ સુચારું વ્યવસ્થા બદલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનાનો આભાર માન્યો હતો.

ભકતોની ઉમટી ભીડ

નવરાત્રિ નિમિત્તે આગામી દિવસોમાં પણ અંબાજીમાં ભક્તોની ભીડ યથાવત રહેવાની છે. ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માં અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ અને પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે નવરાત્રી નિમિત્તે મંદિરનો ભવ્ય લાઇટિંગ તેમજ શણગાર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.