વર્ષે રૂ. ૨.૩૯ કરોડ વ્યાજ રળશે
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ૪૬ કિલો ૭૦૦ ગ્રામ સોનુ ગોલ્ડ મોદી સરકારની ગોલ્ડ મોનીટાઇઝેશન સ્કીમમાં દેવ સ્થાન ટ્રસ્ટ દ્વાર મુકવામાં આવ્યું છે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ૧૫ કરોડ ૨૧ લાખ રૂપિયા આ સ્કીમ હેઠળ મુકવામાં આવ્યા છે જેના લીધે મંદિર ટ્રસ્ટને દર ૭ વર્ષે ૨ કરોડ ૩૯ લાખનું વ્યાજ મળશે. આ સોનુ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ગાઈડ લાઈન મુજબ સાત વર્ષની મિડ ટર્મ માટે મુકવામાં આવ્યું છે.
દેવ સ્થાન ટ્રસ્ટને દર વર્ષે ૨.૫૦ ટકા વ્યાજ મળશે.અત્યાર સુધી જુદા જુદા ચાર તબક્કામાં આ પ્રકારે સોનુ ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમ હેઠળ મુકવામાં આવ્યું છે.ચાર તબક્કામાં ૯૬ કિલોથી વધુ સોનુ આ સ્કીમ હેઠળ મુકવામાં આવ્યું છે. જેના લીધે દેવસ્થાન ટ્રસ્ટને દર સાત વર્ષે ૪.૭૨ કરોડ આવક પ્રાપ્ત થશે. જેનાથી યાત્રિકો માટેની સિવિધા વધુ બહેતર બનાવી શકાશે. મંગળવારે જિલ્લા કલેકટર ટ્રસ્ટના વહીવટદાર અને તોલમાપ વિભાગના અધિકારીઓની મળેલ બેઠકમાં આ કાર્યવાહી સંપન્ન કરવામાં આવી હતી.