કોરોનાના કેસ વધતા મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય: સવાર અને સાંજની આરતીનું જીવંત પ્રસારણ કરાશે

 

અબતક,રાજકોટ

રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજય સરકાર દ્વારા પણ નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે.ત્યારે કોવિડના વધતા જતા સંક્રમણને પગલે આજથી 22મી સુધી અંબાજી મંદિર ભાવિકોમાટે બંધ રાખવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. સવાર અને સાંજની આરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. વૈશ્ર્વિક મહામારી ના કારણે વધુ એક વખત ભગવાનના દ્વારને પણ તાળા લાગી ગયા છે.ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈરહ્યો છે. રાજય સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આઠ મહાપાલિકા સહિત 10 શહેરોમાં રાત્રી કરફયુ અમલમા છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગ, ધાર્મીક, સામાજીક, રાજકીય તથા શૈક્ષણીક મેળાવડામાં વધુમા વધુ 150 વ્યકિતઓને ભેગા કરવાની છૂટ આપવામાં આવી છે. કેસમાં વધારો ચાલુ હોય હજી કેટલાક નિયંત્રણો મૂકવામાંઆવે તેવી સંભાવના દેખાવ રહી છે. આવામાં આજથી આગામી 22મી જાન્યુઆરી સુધી શકિતપીઠ અંબાજી તીર્થધામમાં ભાવિકો માટે દર્શન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સવાર અને સાંજની આરતીનું ભાવિકો માટે જીવંત પ્રસારણ કરવામાં આવશે.હાલ તકેદારીના ભાગ રૂપે માત્ર એક સપ્તાહ સુધી મંદિર દર્શનાથીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કેસ વધતા રહેતો મંદિર બંધ રાખવાની અવધી વધારવામાં પણ આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.