શક્તિપીઠ અંબાજી ખાતે ભીડ ઉમટી
ભાદરવી પૂનમ મહામેળાનો આજે પાંચમો દિવસ છે. ત્યારે અંબાજી ધામમાં માઇ ભક્તોમાં વધુ એક ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સાથે મંદિરની રેલીંગ સહિત સમગ્ર અંબાજી મંદિર ભક્તોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. ભાદરવી પૂનમના મહાકુંભ મેળાના ચોથા દિવસે 6,48,545 ભક્તોએ મુલાકાત લીધી હતી. 4 દિવસમાં કુલ 16,36,807 ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. તેમજ શક્તિપીઠ અંબાજી ખાતે સવારથી જ લોકોની ભારે ભીડ જામી હતી.
ભાદરવી પૂનમના મેળાનો પાંચમો દિવસ છે.
ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે. ત્યારે અંબાજીના માર્ગો અંબાના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા. તેમાં પગપાળા અંબાજી આવતા યાત્રિકોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે બનાસકાંઠાના માર્ગો ભક્તિમય બન્યા છે. માતાજીના દર્શન કરવા માટે દરેક ગામડાઓમાંથી ભક્તો પગપાળા આવી પહોંચ્યા છે. તેમજ વિવિધ સંઘના ધ્વજ સાથે મંદિરે પહોંચ્યા છે. ચાચર ચોક ખાતે ભાવિકો માતાજીના દર્શન કરી દર્શનાર્થે પહોંચ્યા હતા.
52 ગજની ધ્વજા લઈને ભક્તો અંબાજી પહોંચી રહ્યા છે.
અંબાના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. તેમજ અંબાજી તરફ જતા માર્ગો “જય જય અંબે”ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. તેમજ અનેક સંઘ દૂર-દૂરથી પગપાળા અંબાજી પહોંચી રહ્યા છે. આ સાથે 52 ગજની ધ્વજા સાથે ભક્તો અંબાજી પહોંચી રહ્યા છે. તેમજ દર વર્ષે ભક્તો ભાદરવી પૂનમે માતાના દર્શન કરવા આવે છે.
ભક્તોએ સંગીતના તાલે નૃત્ય કર્યું.
રતનપુર ગામ ભક્તિમય બન્યું છે. અહી ભક્તોના મનોરંજન માટે ખાસ કેમ્પો ગોઠવવામાં આવ્યા છે. જયાં જય જલિયાં કેમ્પમાં ભક્તો માટે સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સરદાર પટેલ સેવા શિબિરે ભક્તો માટે સંગીતનું પણ આયોજન કર્યું છે. તેમજ વિવિધ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. અને ભક્તો સંગીતના તાલ પર નાચ્યા હતા.
ભક્તોએ આરતીમાં હાજરી આપીને ધન્યતા અનુભવી
અંબાજીના મંદિરમાં માઇ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે ભક્તોએ આરતીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. તેમજ રંગબેરંગી રોશનીથી શણગારેલા અંબાજી મંદિરનો નજારો જોવા મળ્યો હતો. આ સાથે મંદિરના શિખરથી ચાચર ચોક સુધી રંગબેરંગી લાઈટો લગાવવામાં આવી હતી. અને ચાચર ચોકને વિવિધ ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. તેમજ ભક્તો માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા.
વિશાળ વોટર પ્રૂફ ડોમ બાંધવામાં આવ્યો
પગપાળા અંબાજી જતા યાત્રિકો માટે વિશેષ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ભક્તો આરામ કરી શકે તે માટે દાંતામાં સરદાર પટેલ સેવા કેમ્પ દ્વારા આરામગૃહની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં પાંચ હજારથી વધુ યાત્રાળુઓ એકસાથે આરામ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશાળ વોટર પ્રૂફ ડોમ બનાવવામાં આવ્યો છે. તેમજ ટેબલો પર કુશન ગોઠવવામાં આવ્યા છે. અહી ભક્તોને તેમના મોબાઈલ ચાર્જ કરવા માટે ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા 150 જેટલા મેડિકલ કેમ્પ શરૂ કરાયા
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળા માટે ઘોડીવલી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શરૂઆતમાં 150 જેટલી OPD શરૂ કરવામાં આવી હતી. અને હવે યાત્રિકોના ભારે ધસારાને કારણે સાડા ત્રણસોથી વધુ OPD શરૂ કરવામાં આવી છે. તેમજ આ પ્રાથમિક આરોગ્ય કેમ્પમાં તમામ પ્રકારના દર્દીઓ સારવાર માટે આવે છે.