Ambaji : શક્તિ, ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. તેમજ અંબાજી ગુજરાતનાં 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. ત્યારે હાલમાં નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે નોરતને લઈને ભારે ભીડ જોવા મળી હતી અને આરતીમાં ભક્તો બહોળી સંખ્યામાં જોડાયાં હતાં. આ ઉપરાંત અંબાજી મંદિરે વિદેશી યુવતી માતાજીના દર્શને પહોંચી હતી અને ધન્યતા અનુભવે છે.
અંબાજી મંદિરમાં નોરતે ભક્તો દૂરદૂરથી દર્શન કરવા આવ્યા હતા. પ્રથમ નોરતાથી આઠમ સુધી સવારે અંબાજી મંદિરમાં 2 મંગળા આરતી કરવામાં આવે છે. તેમજ ભક્તો દૂરદૂરથી ધજા લઈને મંદિરમાં આવતાં જોવા મળ્યા હતા. અંબાજી મંદિરમાં લંડનથી પણ એક યુવતી આવી હતી, આ સાથે સવારે 5 વાગે એરપોર્ટ ઉતરીને પહેલાં તે માતાજીનાં દર્શન કરવા અંબાજી આવી હતી.
નવરાત્રિનું મહત્ત્વ
નવરાત્રિ ઉપાસના અને આરાધનાનો લાભ આપતાં એવા દિવસો છે જેમાં મહાશક્તિના આશીર્વાદ મેળવી શકાય છે. આ દિવસોમાં ભક્તો માતાની આરાધનામાં લીન થઈ જાય છે. નવરાત્રિ દરમિયાન ભક્તો શાંતિ અને સુખોપભોગ મેળવવાના હેતુ સાથે વ્રત અને ઉપવાસ રાખે છે. તેમજ માતાના વિવિધ નામ સ્મરણમાં પણ પરમ આનંદ મળે છે.