- બીજા નોરતે ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવ્યા
- સવારે અંબાજી મંદિરમાં મંગળા આરતી કરવામાં આવે છે
- બહોળી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
Ambaji : ગુજરાતીઓ અત્યારે ગરબાના રંગે રંગાઈ ગયા છે. ત્યારે નવરાત્રિને લઈને અંબાજીમાં પણ સરસ મજાની તૈયારીઓ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં બીજા નોરતે બહોળી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી છે. આ સાથે ભક્તોએ ધજા લઈને ગરબા રમીને માતાજીની ભક્તિ કરીને નોરતાની ઉજવણી કરી છે. તેટલું જ નહીં પરંતુ લંડનથી એક યુવતી ખાસ માં અંબાના દર્શન કરવા આવી હતી.
આરતીમાં ભક્તો બહોળી સંખ્યામાં જોડાયા હતાં
શક્તિ, ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ છે. અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ગુજરાતનાં 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે, ત્યારે હાલમાં નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. ત્યારે અંબાજીમાં બીજા નોરતે ભારે ભીડ જોવા મળી હતી અને આરતીમાં ભક્તો બહોળી સંખ્યામાં જોડાયાં હતાં. આ દરમિયાન અંબાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવી રહ્યા છે અને ધન્યતા અનુભવે છે.
અંબાજીમાં બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યાં
અંબાજી મંદિરમાં બીજા નોરતે ભક્તો દૂરદૂરથી દર્શન કરવા આવ્યા હતા. ત્યારે બીજા નોરતાથી આઠમ સુધી સવારે અંબાજી મંદિરમાં 2 મંગળા આરતી કરવામાં આવે છે. તેમજ આરતીનો લાભ લેવા ભક્તો દૂરદૂરથી ધજા લઈને મંદિરમાં આવતાં જોવા મળ્યા હતાં. અંબાજી મંદિરમાં લંડનથી પણ એક યુવતી આવી હતી. સવારે 5 વાગે એરપોર્ટ ઉતરીને પહેલાં તે માતાજીનાં દર્શન કરવા અંબાજી આવી હતી. આ સાથે અંબાજી મંદિરમાં સુરતથી પણ ભક્તો ધજા લઈને અંબાજી આવ્યા હતા. નવરાત્રી દરમિયાન માતાજીનાં મંદિરે ભક્તો બહોળી સંખ્યામાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.