- રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું અંબાજી ધામ
- મંગળા આરતીમાં ભક્તોનો મહાસાગર ઊમટ્યો
Ambaji: યાત્રાધામ અંબાજી ખાતે આજ થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અંબાજીમાં યોજાતા મહા કુંભ મેળામાં ઉત્તર ગુજરાત, મુંબઈ, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી લાખો ભક્તો માતા અંબાના દર્શન કરવા આવે છે. તેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં દર્શન માટે આવતા ભક્તો અંબાજીથી 20 કિ.મી. ઘેરાવા એટલે કે અંબાજી, દાંતા અને હડાદ પોલીસ સ્ટેશનની હદમાં કોઈ પણ યાત્રાળુના જાન કે માલમિલકતના નુકસાનની કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં વીમા કવચ ઉપલબ્ધ રહેશે. તેમજ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ નિમિત્તે આ વીમા કવચ 21 દિવસ માટે માન્ય રહેશે. આ સાથે મુસાફરોને આવરી લેવા માટે અંબાજીથી 20 કિ.મી. ખેરવા એટલે કે અંબાજી, દાંતા અને હડદડ પોલીસ સ્ટેશનની હદમાં કોઈ પણ યાત્રાળુને જાનહાની અથવા જાન-માલની હાનિ સહિતની કોઈ ઘટનાના કિસ્સામાં વીમા કવચ આપવામાં આવશે. તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા 14 થી 15 લાખ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું છે અને આ વીમો 3 કરોડ રૂપિયા સુધીનો છે.
સવારથીજ લાખોની સંખ્યામાં ઉમટ્યા માઇભક્તો
દર વર્ષે લાખોની સંખ્યામાં માઇભક્તો મા અંબાના દર્શને પહોંચે છે, ત્યારે આ વર્ષે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચવાની સંભાવનાને લઈને ભક્તોની મોટી સંખ્યાને ધ્યાને લઈને મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત આજ સવારથી જ માઈભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો,.
મેળામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
મેળામાં આવતા ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં લઈને અંબાજી પોલીસે ચુસ્ત બંદોબસ્ત કર્યો છે તથા CCTV દ્વારા પણ નજર રાખવામાં આવશે. મહામેળામાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત રહેશે, જેમાં 56 PI, 20 DYSP, 75 PI બંદોબસ્તમાં તૈનાત રહેશે, તો 2500 GRD જવાન, 2500થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. જેમાં 25 જેટલી SHE ટીમનો પણ સમાવેશ થાય છે. મેળામાં 350થી વધુ CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે.
મેળા માટે તંત્ર થયું સજ્જ
સાથે જ મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એમ્બ્યુલન્સની પણ સુવિધા રાખવામાં આવી છે. પ્રત્યેક રોડ પર 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા એક માર્ગદર્શિક જાહેર કરવામાં આવી છે. જેમાં ક્યુઆર કોડને સ્કેન કરવાથી યાત્રાળુઓને મોબાઈલ પર જ પાર્કિંગ, વિસામા તેમજ દર્શન સહિતની સગવડો મેળવી શકશે. આ સાથે યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ્ર દ્વારા QR કોડ જનરેટ કરવામાં આવ્યો છે. જેનાં મારફતે યાત્રાળુઓ ગુગલ મેપ મારફતે પાર્કિગ, વિસામો, દર્શન સહિતની તમામ સગવડો વિશે મોબાઈલમાંથી જાણકારી મેળવી શકશે. ચોરીના બનાવો અટકાવવા માટે એક સમાન લાઇટિંગ (40-50 LUX), વધારાના CCTV કૅમેરા, યોગ્ય PA સિસ્ટમ અને પોલીસ માટે બેઠક વ્યવસ્થા માટે પગોડા સાથે વ્યાપક બે લાખ ચોરસ મીટર વિસ્તારને આવરી લઈ પાર્કિંગ વિસ્તારને વધારવામાં આવેલ છે.