સુરેન્દ્રનગરનાં અમઝરા વાસુપૂજય જિનાલયે પર્યુષણ મહાપર્વનો દીવસ શ્રાવણ બીજ રવિવારે સવારે અઢાર હજાર ગુરુવંદનાનો સ્ટેજ પ્રોગ્રામ ભવ્યાતી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં શ્રી કૃષ્ણ મહારાજાનું પાત્ર સુરેન્દ્રનગરનાં નગરપાલિકાનાં મેયર વીપીનકુમાર ટોલીયાએ ભજવ્યું હતું. કૃષ્ણ મહારાજનાં નગરમાં દ્વારીકા નગરની બહાર ઉધાનમાં નેમીનાથ પ્રભુનું આગમન થયું તે સમયે કૃષ્ણ મહારાજાએ તેમનાં બે પુત્રને કહ્યું કે જે કાલે સવારે સૌ પ્રથમ નેમીનાથ પ્રભુને વંદન કરી આવશે. તેમને હું અશ્વ રત્ન પ્રદાન કરીશ. પ્રથમ પુત્ર શામકુમારે નેમીનાથ પ્રભુને ભાવથી વંદન કરેલ હતું. જેથી શ્રી કૃષ્ણ મહારાજાએ અશ્ર્વરત્નની ભેટ શામકુમારને આપી. ગુરુવંદનાનાં અનેક લાભો છે.
શ્રી કૃષ્ણ ભગવાને ૧૮૦૦૦ વખત ગુરુવંદના કરી હતી જેનાં કારણે શ્રી કૃષ્ણ ભગવાનનું છવ્વીસ સાગરોપમનાં નરકનાં દુ:ખો ટળી ગયા હતા. આ રીતે શ્રદ્ધા સમજણ અને ઉલ્લાસથી કરેલા ૧ ગુરુવંદનનો લાભ-દોઢ લાખ પલ્યોપમનાં નરકનાં દુખો ટળી જાય છે. આવી રીતે શ્રી કૃષ્ણ મહારાજાએ શ્રી નેમીનાથ ભગવાનને ૧૮૦૦૦ ગુરૂ વંદના કરી હતી જેથી તેમને આ ફળ મળ્યું હતું. પર્યુષણ પર્વનાં સાતમાં દિવસે રવિવાર હોવાનાં કારણે આ પ્રસંગમાં મોટી સંખ્યામાં જૈન ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેલ. શહેરનાં અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા. શ્રી સંઘનાં ટ્રસ્ટીઓ કારોબારી સભ્યો હાજર રહી પ્રસંગને સારી રીતે દીપાવવા સહકાર આપેલ અને પ્રસંગ ખુબ જ ધામધુમપૂર્વક ઉજવાઈ ગયો.