દેશના એક કરોડ નાના ઉદ્યોગોને ડિજિટલ બનાવવા કંપની વધુ રૂપિયા 1.27 લાખ કરોડનું રોકાણ કરશે

એમેઝોન ભારતમાં રોકાણ વધારી રહ્યું છે આ તો સાથ રોજગારીની તકો પણ ઉદભવિત કરી રહ્યું છે ત્યારે આવનારા સાત વર્ષના સમયગાળા દરમિયાન એમેઝોન 20 લાખ નવી રોજગારીની તકો ઊભી કરશે.  આગામી સાત વર્ષમાં વધારાના 15 બિલિયન ડોલરનું રોકાણ કરશે. એટલે આશરે રૂપિયા 1.27 લાખ કરોડનું રોકાણ કરશે.પરિણામે દેશમાં તેના તમામ બિઝનેસમાં કંપનીનું કુલ રોકાણ વધીને 26 બિલિયન ડોલર એટલે રૂપિયા 2.21 લાખ કરોડ થઈ જશે. એમેઝોનના સીઈઓ એન્ડી જેસીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક બાદ કંપની દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

જસ્સીએ એક ટ્વિટમાં 2030 સુધીમાં ભારતમાં 26 બિલિયન ડોલરનું રોકાણ કરવાની એમેઝોનની પ્રતિબદ્ધતાની ચર્ચા કરી હતી. અમે સાથે મળીને સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરીશું. નોકરીઓનું સર્જન થશે. અમે નિકાસને સક્ષમ કરીશું અને વ્યક્તિઓ અને નાના વ્યવસાયોને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બનાવીશું. એમેઝોને  દેશમાં 1 કરોડ નાના વ્યવસાયોને ડિજિટાઇઝ કરવા, 2025 સુધીમાં 20 બિલિયન ડોલરની નિકાસ અને 20 લાખ નોકરીઓનું સર્જન કરવા માટે પ્રતિબદ્ધ છે. હાલમાં એમેઝોન ઈન્ડિયા 62 લાખ નાના ઉદ્યોગો માટે છે.

કંપનીએ તાજેતરમાં ભારતમાં 10 વર્ષ પૂર્ણ કર્યા છે. દાયકાની ઉજવણીના ભાગરૂપે કંપનીના બ્લોગ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં એમેઝોન બનાવવાની સફર અસાધારણ રહી છે. અમે ખરેખર હમણાં જ શરૂઆત કરી રહ્યા છીએ. યુવા અને ગતિશીલ વસ્તી, આવકના સ્તરમાં વધારો અને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ સાથે, ભવિષ્ય ખૂબ જ રોમાંચક લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.