બ્રાઝિલના એમેઝોનના જંગલમાં લાગેલી આગ વિકરાળ બની છે. વિશ્વના આ સૌથી મોટા રેઇનફોરેસ્ટમાં 6 દિવસમાં 9600 સ્થાન પર આગ લાગી છે, જે અંદાજે 5000 કિ.મી. વિસ્તારમાં ફેલાઇ ચૂકી છે. તેમાંથી સૌથી વધુ 2300 કિ.મી. વિસ્તાર સાઓ પાઉલો શહેરનો છે.
આ વર્ષે અત્યાર સુધીમાં 74,155 સ્થળે આગ લાગી ચૂકી છે. આ આંકડો ગત વર્ષની તુલનાએ 84% વધુ છે તેમ જ પાછલા 4 વર્ષમાં પણ મહત્તમ છે.
વર્ષ 2016માં અંદાજે 70 હજાર સ્થળે આગ લાગી હતી. આગની ઘટના મામલે બ્રાઝિલમાં રાજકારણ રમાવાનું પણ શરૂ થઇ ગયું.