એમેઝોન ઉત્પાદનો સીધા ખેડુતો પાસેથી ખરીદી લોકો સુધી પહોચાડશે સરકારની મંજૂરી મળ્યા બાદ શરૂ કરશે સર્વિસ.
ભારતમાં એમેઝોન પ્રગતીનાં પંથે છે. ત્યારે હવે ઘરે ઘરે કરીયાણુ પહોચાડવાની તૈયારી કરે છે. સરકારની મંજૂરીમળ્યા બાદ હવે એમેઝોન ઓનલાઈન છૂટક વેપારી બનીને ઘરે ઘરે ખેત પેદાશો એટલેકે કરીયાણુ અને દુધ પણ પહોચાડીને સુવિધાઓ આપશે. ફાસ્ટ મુવીંગ કનસ્યુમર ગુડસ (એફ.એમ.સી.જી.)ના ડીરેકટર સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું કે તેઓ મોટુ રોકાણ કરશે.
આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે આ સુવિધા તેઓ વ્યવસ્થિત રીતે ગોઠવણ કરીને કામ કરશે કે જયા સીધું ખેતરમાંથી જ ઉત્પાદન પહોચાડવામાં આવશે આથી તજી વસ્તુઓ એમેઝોન પહોચાડવામાં મદદ કરશે. તેમજ એમેઝોનએ યુએસ, યુ.કે. અને યુરોપના દેશોમાં રહેલી સુપર માર્કેટને હરીફાઈ આપી છે જે સુપર માર્કેટ તાજી વસ્તુઓ પહોચાડવામાં જીત મેળવી લીધી છે. તાજેતરમાં એમેઝોન લંડનના ગ્રાહકોને આ સુવિધા આપી રહ્યું છે.
ભારતની કંપનીઓ અત્યારે પણ એમેઝોન દ્વારા તાજા શાકભાજી, ફળ અને ડેરી પ્રોડકટ પહોચાડી રહી છે. હાલમાં મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, બેંગલોર વગેરે જેવા રાજયોમાં એમેઝોન રાજયોનાં સુપર માર્કેટમાં વસ્તુઓ પહોચાડે છે જ હવે તે યોગ્ય પેગીંક અને ખાસ હવામાનનું ધ્યાન રાખીને ઘર સુધી પહોચાડશે જેમાં શ્રીવાસ્તવ જણાવે છે કે પણો એમેઝોન સાથેનો અનુભવ સંતોષકારક રહ્યો નથી. આથી તેઓએ હાલમાં મચ્છી તેમજ મટન શ‚ કર્યું નથી જયારે જલ્દી એમેઝોન ફ્રેશની અંતર્ગત શહી કરીને તેઓ એમેઝોનની વેલીયુમાં વધારો કરશે.
આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે ઘણી બધી કંપનીઓ આવીને તેમાં અમુક વર્ષોમાં રોકાણ કરશે અને તાજેતરમાં તુરંત નફો કરવાનો હેતુ રાખ્યે નથી. હાલમાં હેતુ લોકોની ટેવ બદલાવવાની છે. કે જે આપ ખરીદી કરતા અટકીને ઓનલાઈન ખરીદી કરતા થાય. આ ઉપરાંત તેઓ ડીસ્કાઉન્ટ પણ આપશે જેલોકોની પાડોશમાં રહેલી દુકાનોમાં મળતુ નથી. એફ.એમ.સી.જી.એ એમેઝોનનું મોટુ અને ઝડપી માર્કેટ છે. કે જેમાં નવ હજાર વેચનારાઓ છે. જેઓ ૧.૯ લાખ મીલીલીએન પેદાશોનું વેચાણ કરી રહી છે.