પ્રારંભિક તબકકામાં એમેઝોન તેનું ડિલિવરી કાર્ય બેંગ્લોરથી શરૂ કરશે

કોરોનાથી જે ધંધા-રોજગારોને અસર પડી છે ત્યારે હવે સમય કોરોના સાથે જીવવાનો આવી ગયો છે. હાલનાં તબકકે લોકોની જીવનશૈલીમાં પણ અનેકઅંશે બદલાવ જોવા મળશે. જયારે બીજી તરફ ઈ-કોમર્સનું પણ ચલણ દિન-પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે. કોરોના પૂર્વે સ્વીગી અને ઝોમેટો ફુડ ડિલીવરીમાં પોતાનું આગવું સ્થાન ધરાવતા હતા પરંતુ હાલનાં તબકકે જે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તેનાથી માઠી અસરનો સામનો આ બંને કંપનીઓએ પણ સહન કરવો પડયો છે. બીજી તરફ ફેસબુક નાની દુકાનદારો અને લઘુ ઉધોગોને બેઠા કરવા માટે ફેસબુકનાં માધ્યમથી દુકાનો ખુલ્લી આપવામાં પણ મદદરૂપ સાબિત થશે. ત્યારે પ્રારંભિક તબકકામાં એમેઝોન પોતાની કાર્યક્ષમતાને અનુસરી હવે એમેઝોન અને ઝોમેટોની જગ્યા લેશે તેવું સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે. પ્રારંભિક તબકકામાં એમેઝોન તેની ડિલેવરી બેંગલુરુથી શરૂ કરશે તેમાં કોઈ જ મીનમેક નથી જે અંગેની જાહેરાત પણ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ઝોમેટો અને સ્વીગીએ ૧૬૦૦ જેટલા તેના કર્મચારીઓને છુટા કર્યા છે.

સ્વીગી અને ઝોમેટોનું ચલણ ઓછું થવાનું એકમાત્ર કારણ એ છે કે, તેઓ માત્ર ફુડ ડિલીવરી વ્યવસાય સાથે જ જોડાયેલા હતા પરંતુ એમેઝોન તમામ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ડિલેવરી કરશે. એમેઝોન એકમાત્ર એવું માધ્યમ છે કે જે ઈ-કોમર્સ ક્ષેત્રે પોતાની આગવી છાપ ઉભી કરેલી છે. એમેઝોનનાં સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ લોકો ઘરમાં રહી સ્વસ્થ રહે ત્યારે એમેઝોન જીવનજરૂરીયાત ચીજવસ્તુઓની ડિલીવરીમાં આવ્યું હોવાથી ઝોમેટો અને સ્વીગીને ઘણી અસર પહોંચશે ત્યારે એ વાત પણ સામે આવી રહી છે કે, સ્વીગી અને ઝોમેટો હાલ વેન્ટીલેટર ઉપર છે. આ બંને ફુડ ડિલીવરી કંપનીએ લોકોમાં જે ભરોસો સંપાદિત કર્યો હતો તે ભરોસા પર ખરી ઉતરી શકી ન હતી જેથી એમેઝોનને તેની તક મળી છે.

એમેઝોન તેમની ડિલીવરીની કામગીરી બેંગલોરનાં થોડા વિસ્તારોમાંથી પાયલોટ પ્રોજેકટ તરીકે કામ કરશે જેમાં મહાદેવપુરા, મરાઠલી, વાઈટ ફિલ્ડ અને બેલન્ડુર સહિત ૧૦૦ રેસ્ટોરન્ટને પણ આવરી લેશે જેમાં બોકસ-૮, ચાઈ પોઈન્ટ, ચાયોઝ, ફાસોસ, મેડઓવરડોનટ સહિત હોટલ ચેઈન્જ જેવી કે રેડીશન અને મેરીયટની ખાદ્ય ચીજવસ્તુઓની પણ ડિલેવરી કરશે. લોકોએ આ તમામ સેવાનો જો લાભ લેવો હોય તો તેમાં એમેઝોન એપ્લીકેશન મારફતે બુકિંગ કરાશે. એમેઝોન ફુડ ડિલેવરી સર્વિસ ભારતમાં પાયલોટ પ્રોજેકટ તરીકે છેલ્લા ૬ માસથી કરી રહ્યું છે ત્યારે એમેઝોનની એન્ટ્રી થતાની સાથે જ ઝોમેટો અને સ્વીગી ઉપર સૌથી મોટો ખતરો ઉદભવિત થયો છે. ગત વર્ષમાં ઝોમેટોએ કુબેર ઈટસ વ્યવસાયને એકત્રિત કર્યો હતો અને ઈન્ડિયન માર્કેટમાં પોતાનું સ્થાન આગવું બનાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.