68 ઓર્ડર નાના સેન્ટરોના વેપારીઓને મળ્યા: ફૂડ પ્રોસેસર, લેપટોપ ટેબલ, ઓર્ગેનિક મધ, બ્લૂટૂથ, ઇયરફોનના સૌથી વધુ ઓર્ડર
એમેઝોનના ત્રણ દિવસની સ્મોલ બિઝનેસ ડે ઇવેન્ટ દરમિયાન 84,000થી વધુ વેચાણકર્તાઓને ઓર્ડર મળ્યા છે. એમેઝોનના પ્લેટફોર્મ પર નોંધાયેલા વેચાણકર્તાઓની સંખ્યામાં ગયા વર્ષ કરતા 1.5 લાખથી વધુ વેચાણકર્તાઓ નોંધાયા છે. આમ એમેઝોન ખરા અર્થમાં નાના માણસોની મોટી દુકાન સાબિત થઈ છે.
એમેઝોન ઈન્ડિયાએ 2 જુલાઈથી 4 જુલાઇ, 2021 સુધી સ્મોલ બિઝનેસ ડેનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટનો હેતુ નાના વ્યવસાયો અને વેચાણકર્તાઓને સહાય પૂરી પાડવાનો છે કે જેમણે કોવિડ -19 રોગચાળા દરમિયાન મુશ્કેલી સહન કરી હતી. આ ઇવેન્ટમાં 84000 જેટલા વિક્રેતાઓને ઓર્ડર મળ્યો છે, જેમાંથી68% ઓર્ડર નાના સેન્ટરો જેવા કે કોડાગુ ( કર્ણાટક), ધોલપુર (રાજસ્થાન), એટા (ઉત્તર પ્રદેશ), ઉના (હિમાચલ પ્રદેશ) અને ટીનસુકિયા (આસામ)નો સમાવેશ થાય છે.
અગાઉના એમેઝોન બિઝનેસ ડે સેલની તુલનામાં કુલ 1 કરોડ અથવા તેથી વધુની કુલ કમાણી કરનારા વિક્રેતાઓની સંખ્યા છ ગણી વધી ગઈ છે. અંદાજે 7,500 જેટલા વિક્રેતાઓએ તેમનું સૌથી વધુ સિંગલ-ડે વેચાણ મેળવ્યું હતું, જે પાછલા વર્ષ કરતા વધુ નોંધપાત્ર વધારો છે. દેશભરના 125 શહેરો અને 23 રાજ્યોમાં આવેલી હજારો સ્થાનિક દુકાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ઓર્ડર મેળવ્યો હતો.
એમેઝોન ભારત પરના સ્મોલ બિઝનેશ ડેના વેચાણ દરમિયાનના સૌથી પ્રખ્યાત ઉત્પાદનોમાં ફૂડ પ્રોસેસર, લેપટોપ ટેબલ, ઓર્ગેનિક મધ, બ્લૂટૂથ, ઇયરફોન સહિતના રહ્યા હતા. સ્મોલ બિઝનેશ ડેમાં વેચાણ દરમિયાન ગ્રાહકોએ 20,000 થી વધુ પિન કોડ્સનો વપરાશ કરી સ્ટાર્ટઅપ્સ, બ્રાન્ડ્સ, કારીગરો, સ્થાનિક દુકાનો અને મહિલા ઉદ્યમીઓ પાસેથી ઉત્પાદનો ખરીદ્યા હતા.
ઉલ્લેખનીય છે કે એમેઝોનના સ્મોલ બિઝનેસ ડેને અભૂતપૂર્વ સફળતા મળી છે. સાથોસાથ નાના વેપારીઓને પણ મોટો ફાયદો થયો છે. જેના કારણે વેપારીઓમાં એમેઝોન તરફનો વિશ્વાસ વધુ ગાઢ બનવા પામ્યો છે.એમેઝોને આ ઇવેન્ટના માધ્યમથી નાના વેપારીઓને એક મોટી દુકાન પુરી પાડી છે. ઇવેન્ટના માધ્યમથી નાના નાના સેન્ટરોના વેપારીઓએ દેશના ખૂણે ખૂણે તેની પ્રોડક્ટ વેચી છે.