તમે OTT પ્લેટફોર્મ પર ફિલ્મો, વેબસીરીઝ, અને ડોક્યુમેન્ટરી જોવાના શોખીન છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. એમેઝોન પ્રાઈમ હવે તેના સબસ્ક્રિપ્શન પર 50%ની છુટ આપે છે. આ ઓફર અંતર્ગત, કંપની તેની એક વર્ષ અને 3 મહિનાની યોજનાઓના ભાવમાં અડધો ઘટાડો કરી તેના ગ્રાહકોને લાભ આપ્યો છે.
આ યોજનાનો લાભ લેવા માટે એક શરત છે
એમેઝોનની આ યોજનાના વપરાશ માટે તમારે એક શરતનું પાલન કરવાનું રેહશે. આ ઓફર ફક્ત યુવાનો માટે છે એટલે 18 વર્ષથી 25 વર્ષ સુધીના લોકો જ આ ઓફરનો લાભ લઈ શકે છે. આ સાથે કંપની મફત અને ઝડપી એડ-ફ્રી મ્યુઝિક આપે છે.
આટલી રકમનું કેશબેક મળશે
એમેઝોન પ્રાઇમ સબ્સ્ક્રિપ્શનની વર્ષભરની યોજના 999 રૂપિયા છે. પરંતુ આ ઓફર અંતર્ગત આ યોજના સાથે 500 રૂપિયાનું કેશબેક ઉપલબ્ધ છે. તે જ સમયે, 3 મહિનાની યોજનાની કિંમત 329 રૂપિયા છે, જેના આધારે ગ્રાહકોને 165 રૂપિયાનું કેશબેક મળે.
કેવી રીતે આ યોજનાનો લાભ લઈ શકાય
50% કેશબેકની ઓફર મેળવવા માટે, તમારે પહેલા સબ્સ્ક્રિપ્શનની સંપૂર્ણ રકમ ચૂકવવી આવશ્યક છે. આ પછી તમને એક ઇ-મેઇલ અથવા સંદેશ મળશે. આ દ્વારા, તમને તમારી ઉંમર ચકાસવા માટે કહેવામાં આવશે. તેના માટે તમારા થોડા દસ્તાવેજ ચેક કરવામાં આવશે. જેથી તમારી ઉંમર ચકાસી શકાય. ઉંમરની ચકાસણી કર્યા પછી, 50% રકમ તમારા એમેઝોન પે એકાઉન્ટ પર પાછી આવશે. આ ઉંમરની ચકાસણીમાં 24 કલાકનો સમય લાગી શકે છે. જો તમે 18 થી 25 વર્ષથી વચ્ચેની ઉંમરના છો તો તમને ઇચ્છો તેટલી વખત આ ઓફરનો લાભ લઈ શકો છો. 50% કેશબેક લેતા પહેલા તમે એમેઝોનની 30-દિવસની ફ્રી ટ્રાયલ પણ લઈ શકો છો.