સરકારી ટેલીકોમ કંપની BSNL પોતાનો 499 રૂપિયાથી ઓછી કિંમતના બ્રોડબેન્ડ પ્લાન્સ સાથે એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ આપવાનું શરૂ કર્યુ છે. કંપનીની આ નવી ઓફર BSNLના નવા અને જુના બન્ને ગ્રાહકોને આપવામાં આવશે. આ પહેલા BSNL દ્વારા એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપનો ફાયદો 745 રૂપિયા અને તેનાથી વધારે બ્રોડબેન્ડ પ્લાન્સમાં આપવામાં આવશે.
આ સિવાય આપને જણાવી દઇએ કે BSNL દ્વારા 12 મહિનાવાળું બ્રોડબેન્ડ પ્લાન ખરીદવા પર 25 ટકા કેશબેક પણ આપવામાં આવી રહ્યુ છે. સાથે સાથે એન્યુઅલ લેન્ડલાઈન પ્લાન્સ પર કેશબેક કંપની આપી રહી છે. ટેલીકોમટોકનાં રિપોર્ટ અનુસાર 499 રૂપિયાવાળા BSNL બ્રોડબેન્ડ પ્લાન્સની સાથે એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપનો ફાયદો આપવામાં આવશે. જો કે ગ્રાહકોને પ્રાઈમ મેમ્બરશિપનો ફાયદો મેળવવા 12 મહિનાવાળો બ્રોડબેન્ડ પ્લાન આપવામાં આવશે.
આપને જણાવી દઈએ કે એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપમાં પ્રાઈમ વીડિયો, પ્રાઈમ મ્યૂઝિક અને પ્રાઈમ રીડિંગ સાથે સાથે ફાસ્ટ ઓર્ડર ડિલીવરીનો ફાયદો મળે છે. એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ સિવાય BSNL દ્વારા 499 રૂપિયાથી નીચેના પ્લાન્સ સાથે 15 ટકા કેશબેક આપવામાં આવશે. આ જ રીતે કંપની 499 રૂપિયાથી 900 રૂપિયાના પ્લાન્સમાં 20 ટકા અને 900 રૂપિયા અને તેનાથી વધારે બ્રોડબેન્ડ પ્લાન્સ સાથે 25 ટકા કેશબેક આપી રહ્યુ છે. આ જ રીતે કંપની દ્વારા એન્યુઅલ લેન્ડલાઈન પ્લાન પર 15 ટકા કેશબેક આપવામાં આવશે.
ગયા વર્ષે કંપનીએ એક વર્ષ વાળા એમેઝોન પ્રાઈમ સબ્સક્રિપ્શનનો ફાયદો 745 રૂપિયા અને આનાથી વધારે બ્રોડબેન્ડ પ્લાન્સની સાથે આપવાનું શરૂ કર્યુ હતુ. સાથે કંપની દ્વારા તેનો ફાયદો 399 રૂપિયાથી શરૂઆતની કિંમતવાળા પોસ્ટપેડ પ્લાન સાથે આપવામાં આવે છે.