સેલ્સ ગ્રોથ ઘટ્યો: રેવન્યુ વધીને રૂ.૪.૧૭ લાખ કરોડે પહોંચી
ઈ-કોમર્સ કંપની એમેઝોનને જાન્યુઆરી થી માર્ચમાં ૩.૬ અબજ ડોલર(૨૫,૨૦૦ કરોડ રૂપિયા) નફો થયો છે. આ એમેઝોનનો અત્યાર સુધીનો સૌથી મોટો ત્રિમાસિક નફો છે. આ ગત વર્ષના માર્ચ ત્રિમાસિકની સરખામણીમાં બેગણા કરતા પણ વધુ છે. તે સમયે ૧.૬૩ અબજ ડોલર(૧૧,૪૧૦ કરોડ રૂપિયા)નો પ્રોફિટ થયો હતો. એમેઝોનના ત્રિમાસિક નફાનો અગાઉનો રેકોર્ડ ૩ અબજ ડોલર છે. જે ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૮નો છે.
એમેઝોનના સેલ્સ ગ્રોથમાં ઘટાડો આવ્યો છે, પરંતુ એડવરટાઈઝિંગ, કલાઉડ અને થર્ડ પાર્ટી સેલર સર્વિસિસમાં પ્રોફિટ વધવાથી નફામાં વધારો થયો છે. કંપનીની રેવન્યુ ૧૭ ટકા વધીને ૫૯.૭ અબજ ડોલર (૪.૧૭ લાખ કરોડ રૂપિયા) થઈ છે. ૨૦૧૫ના પ્રથમ ત્રિમાસિક બાદ આ સૌથી ઓછો ગ્રોથ છે. ગત વર્ષના માર્ચ ત્રિમાસિકમાં ૪૬ ટકા ગ્રોથ નોંધાયો હતો.
એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં આ યોજના પર ૮૦ કરોડ ડોલરના રોકાણની જરૂરિયાત પડશે. કંપની પ્રાઈમ મેમ્બર્સને હાલ બે દિવસનું ફ્રી શિપિંગ આપી રહી છે. એટલે કે બે દિવસમાં પ્રાઈમ મેમ્બર્સને સામાન પહોંચાડવા પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. હવે તેને એક દિવસ કરવાની યોજના છે. એટલે કે ઓર્ડરના દિવસે જ સામાન પહોંચાડવા પર કોઈ ડિલિવરી ચાર્જ લેવામાં આવશે નહિ. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની સૌથી વધુ નફાવાળી પ્રાઈવેટ કંપની છે. કંપનીને ૧૦,૩૬૨ કરોડ રૂપિયા નફો થયો હતો. એમેઝોનનો ત્રિમાસિક નફો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રોફિટથી અઢી ગણો છે.