એમેઝોન ઈન્ડિયા સાત શહેરોમાં સો મહિન્દ્રા ટ્રેઓ ઝોર થ્રી વ્હિલર્સ વાહનો માટે તૈનાત છે
2025 સુધી 10,000 ઈલેક્ટ્રિક વાહનોના વિતરણ કાફલાને ભારતમાં ઓઇએમ દ્વારા ડિઝાઇન અને નિર્મિત કરવામાં આવશે
એમેઝોન ઈન્ડિયાએ દેશમાં ઈલેક્ટ્રિક મોબિલિટી પ્રત્યે તેની કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવવા માટે મહિન્દ્રા ઈલેક્ટ્રિક સાથેની ભાગીદારીની આજે જાહેરાત કરી છે. 2020માં, અમેઝોન ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે તેના ડિલીવરી વાહનોના કાફલામાં ભારતમાં 2025 સુધી 10,000 ઈલેક્ટ્રિક વાહન (ઈવી) શામેલ થશે. આ ઈલેક્ટ્રિક વાહનો એમેઝોન દ્વારા હસ્તાક્ષર કરાયેલી આબોહવા પ્રતિજ્ઞામાં 2030 સુધી વિતરણ કાફલામાં 100,000 ઈલેક્ટ્રિક વાહનોની વૈશ્વિક કટિબદ્ધતાના ઉપરાંતના છે. મહિન્દ્રા ઈલેક્ટ્રિક સાથેની આ ભાગીદારી તેના પર્યાવરણીય સ્થિરતા લક્ષ્યને હાંસલ કરવા માટે ઇ-મોબિલિટીમાં ભારતની પ્રગતિ તરફ એક મહત્વપૂર્ણ પગલુ છે.
મહિન્દ્રા ટ્રેઓ ઝોર વાહનોને અત્યાર સુધી સાત શહેરોમાં તૈનાત કરવામાં આવી ચૂક્યા છે, જેમાં એમેઝોન ઈન્ડિયા ડિલીવરી સર્વિસ પાર્ટનર્સના નેટવર્કની સાથે બેંગલુરૂ, નવી દિલ્હી, હૈદરાબાદ, અમદાવાદ, ભોપાલ, ઇંદોર અને લખનઉ શામેલ છે. પાછલા કેટલાંક વર્ષોમાં ભારતીય ઈ-મોબિલિટી ઉદ્યોગમાં નોંધપાત્ર પ્રગતિને કારણે અદ્યતન ટેક્નોલોજી, શ્રેષ્ઠત્તમ મોટર અને બેટરીના ઘટકો તરફ દોરી જાય છે. આ ઉપરાંત, ‘ગો ઈલેક્ટ્રિક’ જેવા જાગૃતતા અભિયાનની સાથે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે સરકારનું ધ્યામ કેન્દ્રિત છે અને એફએમઇ 2 (FAME 2) પોલીસીની સાથે ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્થાપિત કરવાની દિશામાં કંપનીને ભારતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ્સ માટે પોતાની દ્રષ્ટિને ઝડપી અને રેખાકૃત કરવામાં મદદ કરી. એમેઝોન ઈન્ડિયાના કાફલામાં આ ઈલેક્ટ્રિક વાહનોનો સમાવેશ ઈલેક્ટ્રિક મોબિલિટી અને ઈલેક્ટ્રિક વ્હિક્લ ‘મેક ઇન ઈન્ડિયા’ને એક ટકાઉ આત્મનિર્ભર ભારત માટેના ભારત સરકારના ધ્યાનને પણ પૂર્ણ કરે છે.
શ્રી નીતિન ગડકરી, મંત્રી, માર્ગ પરિવહન અને હાઇવે તથા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, ભારત સરકાર જણાવ્યું, “આબોહવા પરિવર્તનને રોકવા માટે સ્વચ્છ ઉર્જા દ્વારા સંચાલિત સ્વચ્છ ગતિશીલતા એક મહત્વપૂર્ણ તત્વ છે. એમેઝોન ઈન્ડિયા અને મહિન્દ્રા ઈલેક્ટ્રિક વચ્ચેની ભાગીદારી એક આવકારદાયક પગલુ છે, જે ઈ-મોબિલિટી ઉદ્યોગમાં ભારતની મહત્વપૂર્ણ પ્રગતિની પુષ્ટિ કરે છે અને આપણા પર્યાવરણીય સ્થિરતાના લક્ષ્યોને હાંસલ કરવા માટે ઑટો નિર્માતાઓ અને ઈ-કોમર્સ કંપનીઓની ભૂમિકા પર પ્રકાશ ફેંકે છે. અમને વિશ્વાસ છે કે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને અપનાવવા માટે પ્રોત્સાહિત કરતા સરકારના પ્રયત્નો અને નીતિગત પગલા દ્વારા સમર્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્થાપિત કરવાની દિશામાં લેવાયેલા પગલાથી વધુ કંપનીઓને ઈ-મોબિલિટી અપનાવવામાં મદદ મળશે. ભારતનું ગતિશીલ જાહેર-ખાનગી ક્ષેત્રનું નેતૃત્વ, ઉદ્યોગસાહસિક સંસ્કૃતિ, વૈશ્વિક સ્તરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની ક્ષમતા અને આઇટી તેમજ કુશળતાનો અનોખો સંગમ અમને એડવાંસ્ડ મોબિલિટી ઉકેલોમાં વૈશ્વિક નેતૃત્વની સ્થિતિ અપનાવવા સક્ષમ બનાવશે.”
અખિલ સક્સેના, વીપી, કસ્ટમર ફૂલફિલમેન્ટ ઑપરેશન્સ, એપીએસી, એમઈએનએ અને એલએટીએએમ, એમેઝોન ઈન્ડિયાએ જણાવ્યું, “અમે એક સપ્લાય ચેઇનના નિર્માણ માટે પ્રતિબદ્ધ છીએ, જે આપણા કામકાજમાં પર્યાવરણીય પ્રભાવને ઘટાડશે. 2025 સુધીનું અમારા ઈલેક્ટ્રિક વાહનોના કાફલાના 10,000 વાહનોનું વિસ્તરણ ઉદ્યોગમાં સ્થિર નેતા બનવાની અમારી યાત્રામાં એક અભિન્ન સિદ્ધિ છે. અમે ‘મેડ ઈન ઈન્ડિયા’ ઈલેક્ટ્રિક વાહનોનો એક વિશાળ કાફલો બનાવવા માટે અનેક ઓઈએમની સાથે કામ કરવાનું જાળવી રાખીએ છીએ, જે ગ્રાહકોના ઓર્ડરની ટકાઉ અને સુરક્ષિત ડિલીવરીની ખાતરી કરે છે અને મહિન્દ્રા ઈલેક્ટ્રિકની સાથે આ ભાગીદારી અમારી કટિબદ્ધતાનું એક પ્રમાણ છે.”
સપ્ટેમ્બર 2019માં, એમેઝોન આબોહવા પ્રતિજ્ઞા માટે પ્રથમ હસ્તાક્ષરકર્તા બની ગઇ, જેમાં કહેવામાં આવ્યું છે કે કંપનીના પોતાના વ્યવસાયોમાં 2040 સુધી નેટ ઝીરો કાર્બન હશે – 2050ના પેરિસ કરારના લક્ષ્યથી એક દાયકા પહેલા. ‘ધ ક્લાઇમેટ પ્લેજ’ સાથે જોડાવાથી અને એક ઝડપી સમય ક્ષિતિજ પર ડીકાર્બોનેટ કરવા માટે સહમત થવાથી હસ્તાક્ષરકર્તા ઓછા કાર્બન ઉત્પાદનો અને સેવાઓના વિકાસમાં રોકાણને પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે જે કંપનીઓને પ્રતિજ્ઞાને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે જરૂરી રહેશે. 2040 સુધીમાં નેટ ઝીરો કાર્બન બનવાની પ્રતિજ્ઞાના સમર્થનમાં 2022 સુધી 10,000 અને 2030 સુધી તમામ 100,000 એમેઝોન કસ્ટમ ઈલેક્ટ્રીક ડિલવરી વાહનોને ગ્રાહકો સુધી વિતરીત કરી રસ્તા પર ઉતારવામાં આવશે.
મહેશ બાબુ, એમડી અને સીઈઓ, મહિન્દ્રા ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડનાએ જણાવ્યું, “અમને અમારા ડિલિવરી પાર્ટનરના કાફલામાં મહિન્દ્રા ટ્રેઓ ઝોર ઈવીને તૈનાત કરવા એમેઝેનની સાથે ભાગીદારી કરવા પર ગર્વ છે. અમે માનીએ છીએ કે આ ભારતની લોજિસ્ટિક અને છેડા સુધીની વિતરણ જરૂરિયાતોને ફરીથી વ્યાખ્યાયિત કરશે અને સાથેસાથે ટ્રેઓ ઝોર 8 કિલોવોટની ઉદ્યોગ શ્રેષ્ઠ પાવર અને 550 કિલોગ્રામના ઉચ્ચત્તમ વર્ગ શ્રેષ્ઠ પેલોડની સાથે એક બોજોડ ગ્રાહક મૂલ્યને પ્રસ્તાવિત કરવાની સાથે મહિન્દ્રા અને એમેઝોનને અમારા સ્થિરતા લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ મળશે. થ્રી વ્હિલર્સની અમારી ટ્રેઓ રેંજની સફળતાએ સાબિત કરી દીધુ છે કે અંતિમ માઇલ સેગમેંટમાં ઈલેક્ટ્રિક વાહનો અમારા ગ્રાહકોની સાથેસાથે વિશાળ સમાજ માટે પણ એક વિજયી ઉકેલ છે.”
મહિન્દ્રા ટ્રેઓ ઝોરને ઓક્ટેબર 2020માં લોન્ચ કરવામાં આવ્યું હતુ અને તે અદ્યતન લિથિયમ-આયન બેટરી અને ચાર્જિંગની સરળતા પ્રદાન કરે છે, જેથી ડિલિવરી ભાગીદારો માટે વિવિધ સ્થળોએ વાહનો ચાર્જ કરવાનું સરળ બની જાય છે. ઑટોમેટિક ટ્રાન્સમિશન, લોડિંગમાં ઘટાડો અને અનલોડ કરાવાના સમય જેવી વધારાની ડિઝાઇન સુવિધાઓ થાકરહિત ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરે છે. મહિન્દ્રા ટ્રેઓ ઝોરને ભારતમાં ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યું છે અને તે ઉદ્યોગ શ્રેષ્ઠત્તમ પ્રદર્શન પ્રદાન કરે છે અને ઉદ્યોગમાં સૌથી લાંબો ચાલનારો વ્હિલબેસ ખૂબ જ સુરક્ષિત અને ટકાઉ સવારી પ્રદાન કરે છે.