- સૌથી અમિર વ્યક્તિની યાદીમાં ટેસ્લાના સીઈઓ અને સ્પેસએક્સના માલિક એલન મસ્ક બીજા નંબરે સરકી ગયા
International News : વિશ્વમાં સૌથી ધનાઢય વ્યક્તિ તરીકે હવે એલન મસ્કે સ્થાન ગુમાવ્યું છે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમને ટેસ્લાના સીઈઓ અને સ્પેસએક્સના માલિક એલન મસ્કને પાછળ છોડી દીધા છે. એલન મસ્ક બીજા સ્થાને આવી ગયા છે. બ્લુમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સમાં આ ફેરફાર જોવા મળ્યો છે.
એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ પાસે હાલ 200 બિલિયન ડોલરની સંપત્તિ છે અને હવે તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યકિત છે. આ વર્ષે અત્યાર સુધીમાં જેફ બેઝોસની સંપત્તિ 23.4 બિલિયન ડોલર વધી છે જ્યારે એલન મસ્કની નેટવર્થ 31.3 બિલિયન ડોલર ઘટી છે. હાલમાં ગ્લોબલ માર્કેટમાં એલન મસ્કની કંપની ટેસ્લાના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે તેની નેટવર્થ ઘટી છે.
બ્લુમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સમાં ભારતના અરબપતિ બિઝેનસમેન મુકેશ અંબાણી 115 બિલિયન ડોલર સાથે 11મા સ્થાને જ્યારે 104 બિલિયન ડોલર સાથે 12 સ્થાને છે.
બ્લુમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સમાં ટોચના 10 અમીરોના નામ
ધનિકોના નામ | કુલ સંપત્તિ |
જેફ બેઝોસ | 200 બિલિયન ડોલર |
એલોન મસ્ક | 198 બિલિયન ડોલર |
બર્નાર્ડ આર્નોલ્ટ | 197 બિલિયન ડોલર |
માર્ક ઝુકરબર્ગ | 179 બિલિયન ડોલર |
બીલ ગેટ્સ | 150 બિલિયન ડોલર |
સ્ટીવ બાલ્મર | 143 બિલિયન ડોલર |
વોરેન બફેટ | 133 બિલિયન ડોલર |
લેરી એલિસન | 129 બિલિયન ડોલર |
લેરી પેજ | 122 બિલિયન ડોલર |
સેર્ગેઈ બ્રિન | 116 બિલિયન ડોલર |