ઈ-કોમર્સ એફડીઆઈના કાયદાનું ઉલ્લંઘન કરતા સરકારની ચિમકી
લોકો જાંબુ ખાવાના શોખીન હોય છે પરંતુ સત્ય હકીકત એ છે કે, અનેકવિધ જગ્યા પર જાંબુ ખુબજ સસ્તા ભાવે મળતા હોય છે કારણ કે જો સાચા જાંબુ ખાવા હોય તો તેમાં ઉપયોગમાં લેવાતા માવાનો ભાવ ૧૮૦ રૂપિયા કિલો હોય છે તો કેવી રીતે જાંબુ ૮૦ રૂપિયાના કિલો મળી શકે, એટલે કહેવાનો મર્મ એ છે કે સસ્તી વસ્તુ લેવા પાછળ કંપનીઓ નહીં પરંતુ ગ્રાહકો જ કારણભૂત હોય છે અને તેની માનસીકતાનો ઉપયોગ કરી કંપનીઓ તેને છેતરતી હોય છે.
એવી જ રીતે ભારતભરમાં એમેઝોન, ફલીપકાર્ટ જેવી અનેકવિધ કંપનીઓ રહેલી છે જેમાં ભારતના લોકો ખુબજ વધુ પ્રમાણમાં સામાનની ખરીદી કરતા હોય છે. ત્યારે અત્યારના સમયની વાત કરવામાં આવે તો એમેઝોન સહિત ફલીપકાર્ટ પોતાની વિશ્વસનીયતા પૂર્ણ‚પથી ગુમાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, જે કોઈ વસ્તુ માટેનો ઓર્ડર આપવામાં આવતો હોય છે તે તેની વેબસાઈટ ઉપર ખોટી જાહેરાતો કરી ડુપ્લીકેટ માલ લોકોને આપી ગ્રાહકોને છેતરતુ હોય છે ત્યારે સરકાર દ્વારા પણ આ બન્ને કંપનીઓ ઉપર લાલ આંખ કરવામાં આવી છે.
વાત કરવામાં આવે તો ફલીપકાર્ટ અને એમેઝોન ઈ-કોમર્સના એફડીઆઈના કાયદાનું ઉલ્લઘન કરતું જોવા મળે છે જેના પરિપેક્ષમાં સરકાર પૂર્ણ‚પથી કડક કાયદાઓ આ કંપનીઓ ઉપર લેશે તેવી પણ વાત સામે આવી રહી છે.
ત્યારે વાત કરવામાં આવે તો એમેઝોન અને ફલીપકાર્ટ જાણે ચોરની વ્યાખ્યામાં આવી ગયા હોય તેવુ પણ લાગી રહ્યું છે. જયારે સત્ય હકીકત એ પણ છે કે, કંપનીઓને પણ ખબર પડી ગઈ છે કે ભારતના લોકો મફતના ભાવે ખરીદી કરવા માંગતા હોય છે અને તે જ રીતે કંપનીઓ તેમને સામાન પુરો પાડે છે. લોકોની માનસીકતાની વાત કરવામાં આવે તો લોકો સસ્તુ લેવાની લાઈનમાં હંમેશા આગળ રહેતા હોય છે જેના કારણે એમેઝોન અને ફલીપકાર્ટ જેવી કંપનીઓ લોકોને સસ્તા ભાવે ખોટી વસ્તુઓ એટલે કે ડુપ્લીકેટ વસ્તુઓ આપી લુટી રહી હોય તેવું લાગી રહ્યું છે.