જીઓ-એરટેલ માટે નવા પડકાર…!!

હાલ ઈન્ટરનેટ ક્ષેત્રે કેબલને ટાવર થકી ધમધમી રહેલી જીઓ-એરટેલ જેવી કંપનીઓને સેટેલાઈટ મારફત નેટ સેવા અપનાવવી અઘરી પડશે…!!

નેશનલ બ્રોડ બેન્ડ મિશન હેઠળ સેટેલાઈટ દ્વારા દરેક ગામને ઝડપી ઈન્ટરનેટથી સજજ કરવા વિશ્વના ટોચના ઉદ્યોગપતિ એલન અને બેઝોસને પ્રોજેકટ સોંપાય તેવી શકયતા

આજના 21મી સદીના આધુનિક યુગમાં ઈન્ટરનેટનો ઉપયોગ ખૂબ વધતો જઈ રહ્યો છે. મોબાઈલ અને ઈન્ટરનેટ વગર તો આખી દુનિયા ઠપ્પ થઈ જાય તેમ સ્થિતિ ઊભી થઈ છે. મોબાઈલ અને ઈન્ટરનેટ જાણે આજની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ બની ગઈ હોય તેમ વપરાશ વધી રહ્યો છે. ત્યારે આ જરૂરિયાતને પુરી પાડનાર ટેલિકોમ અને ઇન્ટરનેટ ક્ષેત્રની કંપનીઓ પણ અતિમહત્વની બની છે.

એમાં પણ સૌથી વધુ યુવાવર્ગ ધરાવતા દેશ ભારતમાં ઈન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ લાવવા સ્થાનિક તો ઠીક પરંતુ વિદેશી કંપનીઓ પણ આકર્ષાઈ રહી છે. ભારતમાં સૌથી મોટા યુવાધન પરિબળનો ભરપુર લાભ ઉઠાવવા વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ ઝેફ બેઝોસ અને એલન મસ્ક મેદાને ઉતર્યા છે..!!

નેશનલ બ્રોડબેન્ડ મિશન હેઠળ દેશની દરેક ગ્રામ પંચાયત અને ગામડાના દરેક ઘરોને ઝડપી ઈન્ટરનેટ સેવાથી સજ્જ કરવા કેન્દ્ર સરકારે કમર કસી છે અને આ સ્વપ્નને સાકાર કરવા માટે ભારતમાં દોરડા કે ટાવર મારફત નહીં પરંતુ આકાશ મારફત એટલે કે સેટેલાઇટ દ્વારા ઈન્ટરનેટ સેવા પૂરી પાડવામાં આવે તે જરૂરી બન્યું છે.

ઘરેલુ કંપની જીઓ અને રિલાયન્સ ટેલિકોમ ક્ષેત્રની દેશની અગ્રણી કંપનીઓ તો છે જ પરંતુ સેટેલાઇટ મારફત ભારતમાં ઈન્ટરનેટ સેવા પ્રદાન કરવી આ અગ્રણી કંપનીઓને પણ અઘરું પડશે આથી અમેરિકી ઉધોગપતિ જેફ બેજોસ અને એલન મસ્ક સાથે કેન્દ્ર સરકારે હાથ મિલાવો અનિવાર્ય બન્યો છે. એમેઝોનના સ્થાપક ઝેફ બેઝોસ અને ટેસ્લા તેમજ સ્પેસ એક્સ કંપનીના માલિક એલન મસ્ક કે જે દુનિયાના ટોચના ઉધોગપતિઓ સાથે કુબેરપતિઓ છે.

નોંધનિય છે કે, અગાઉથી જ એમેઝોન અને રિલાયન્સ વચ્ચે તીવ્ર હરીફાઇ ચાલી રહી છે. ઈ-કોમર્સ ક્ષેત્રની જયન્ટ્સ કંપની એમેઝોન અને દેશની ટેલિકોમ ક્ષેત્રની અગ્રણી કંપની જીઓને ટક્કર આપવા તત્પર છે. ત્યારે હવે ઈ-કોમર્સ ઉપરાંત ડિજિટલ ક્ષેત્રે પણ ક્રાંતિ લાવવા આ કંપનીઓ વચ્ચે તીવ્ર હરીફાઈ ઉભી થશે. ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ કેબલ અને ટાવર દ્વારા ટેલિકોમ તેમજ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરવામાં આવે છે.

ટાવર અને કેબલ મારફત ડિજિટલ ક્ષેત્રે દેશમાં ધમધમી રહેલી જીઓ અને એરટેલ સહિત તમામ ટેલિકોમ કંપનીઓને આ હરીફાઈમાં ટકવું કોઈ મોટા પડકારથી કમ નથી. ટેલીકોમ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આ બંને વિદેશી કંપનીઓ ભારતમાં સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ સેવા પ્રદાન કરવા આતુર છે. જો કે હજુ આ માટે લાયસન્સની અરજી કરવાની બાકી છે પરંતુ આ બાદ સરકાર તુરંત લાયસન્સ માટે મંજૂરી આપી પણ શકે છે. કં

પનીઓની યોજના બેન્ડવિડ્થની વિશાળ શ્રેણી ઓફર કરવાની છે. એક જીબીપીએસ જેટલી ઝડપ સાથે અથવા તેનાથી પણ વધુ-પૃથ્વીથી આશરે 1,000 કિલોમીટરના અંતરે લો-અર્થ ઓર્બિટ (એલઇઓ) ઉપગ્રહો દ્વારા તૈનાત કરવામાં આવશે. જેના દ્વારા નેટ સેવા પ્રદાન થશે.

વિશ્વના સૌથી મોટા ડીજીટલ માર્કેટ બનવા તરફ ભારતની દોટ: પિયુષ ગોયલ

ભારતમાં ડિજિટલ સેવાઓ જે દરે ઝડપથી વધી રહી છે તે દર અને ડીજીટલાઈઝેશન તરફનો ભાર સૂચવે છે કે ભારત આગામી સમયમાં વિશ્વના ટોચના ડીજીટલ માર્કેટમાનું એક હશે. ભારતમાં ફિન ટેકની એટલે કે ફાઈનાન્સિયલ ટેકનોલોજીની સેવાનો વ્યાપ વિસ્તાર વધી રહ્યો છે. આ મારફત ડિજિટલ રોકાણો દેશમાં વધી રહ્યા છે જેનાથી આગામી સમયમાં ભારતનું ડીજીટલ માર્કેટ વધુ વેગવંતુ બનશે..!!

ગ્લોબલ ફિનટેકના બીજા કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત વિશ્વના સૌથી મોટા ડિજિટલ બજારોમાંનું એક બનવા માટે તૈયાર છે અને અહીં હવે હાઇ સ્પીડ ઇન્ટરનેટનો લાભ લઇ ઉધોગો સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યા છે. જેથી દેશને ફિનટેક ઇનોવેશન હબ બનાવી શકાય.

મારું માનવું છે કે ભારત મોબાઈલ અને ઈન્ટરનેટ નેટવર્કના ઝડપી વિસ્તરણ સાથે સૌથી મોટા ડિજિટલ બજારોમાંનું એક બનવા માટે સજ્જ છે. તેમણે વધુમાં જણાવતાં કહ્યું કે, ભારતનો આત્મનિર્ભર બનવાનો ઉદ્દેશ હોવાથી ઉદ્યોગ અને ઉદ્યોગસાહસિકોએ વૈશ્વિક સ્તરે માર્કેટેબલ સોલ્યુશન્સ ઉત્પન્ન કરવા માટે સ્થાનિક પ્રતિભાનો ઉપયોગ કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.