સમગ્ર રાજ્યમાં સવારે ૧૦ કલાકથી જ જોઈ શકાશે: વાદળાના અવરોધ વચ્ચે પણ ગ્રહણ દેખાશે
કાલે રવિવારે સવારે ૧૦ કલાકથી આકાશમાં કંકણાકૃતિ ખંડગ્રાસ ગ્રહણનો અદ્ભૂત નજારો જોવા મળવાનો છે. રવિવારે સવારે ૧૧-૪૨ મિનિટે સૂર્યનો ૭૫% ટકા ભાગ ઢંકાઈ જશે ત્યારબાદ ક્રમશ: મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે. દુનિયાભરના લોકોમાં અવકાશી ઘટના નિહાળવા જબરી ઉત્કંઠા છે. રાજ્યમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ નિહાળવા ખગોળ પ્રેમીઓ થનગની રહ્યાં છે. ભારતમાં વૈજ્ઞાનિક સ્થળ ઉપર ગ્રહણ નિહાળી માનવ કલ્યાણકારી સંશોધનો કરશે જ્યારે જ્યોતિષીઓ પોતાની પ્રસિદ્ધિ માટે ગ્રહણ સંબંધી ગપગોળા ફેંકવાના છે. લેગાભુઓ પાસે સદીઓ જુની ચોપડી આધારે ફળકથનો કરી લોકોને અવળે માર્ગે વાળતા જોવા મળશે. રાજ્યમાં ગ્રહણ સંબંધી સાચી સમજ આપી નિદર્શન કરાવી ગ્રહણ સમયે ચા-નાસ્તો આરોગી સૂતક-બૂતક, વેધાદિ નિયમોનો ઉલાળીયો કરી, નકારાત્મક આગાહીઓની હોળી કરી લોકો વૈજ્ઞાનિક મિજાજ દર્શન કરાવશે. રાજ્યમાં સૂર્યગ્રહણનો નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ લોકોને અપીલ કરી છે. લોકો માટે જીંદગીનો યાદગાર પ્રસંગ સાબિત થશે. વાદળાની સંતાકુકડી વચ્ચે નજારો જોઈ શકવાની પુરેપુરી સંભાવના છે. કાર્યક્રમ આમંત્રિતો માટે છે.
જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ અવકાશી કોઈપણ ખગોલીય ઘટના જોવા-માણવા માટે છે. વિજ્ઞાનથી માનવજાત સુખી-સંપન્ન થયો છે. વધુમાં જાથાના જયંત પંડ્યા જણાવે છે કે, રાજકોટમાં તનિષ્ક-એ ટાવર ખાતે તા.૨૧મી સવારે ગ્રહણ નિદર્શન સમયે ખગોળપ્રેમીઓને વિનામુલ્યે ફિલ્ટર ચશ્માનું વિતરણ કરવામાં આવશે. પરિવાર દીઠ એક આપવામાં આવશે. સૂર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમકારક છે. ભારતમાં પ્રત્યેક પરિવાર પાસે વિજ્ઞાન દૂરબની, ટેલીસ્કોપ હોય તે માટે જાથાએ યોજનાનો અમલ મુકી દીધો છે. ખગોળવિજ્ઞાનની માહિતી જરીછે.
સૂર્ય ગ્રહણના વિવિધ પ્રકારો
સૂર્યગ્રહણનો ત્રણ પ્રકા૨ના હોય છે. (૧) ખગ્રાસ સૂર્યગ્રહણ અને (૨) કંકણાકૃતિ સૂર્યગ્રહણ (૩) ખંડગ્રાસ સૂર્યગ્રહણ હવે આપણે સૌ પ્રથમ ત્રણે પ્રક૨ના ગ્રહણોની ટૂંકમાં પ્રાથમિક સમય મેળવીએ. (૧) ખગ્રાસ સૂર્યગ્રહણ : જયા૨ે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંત૨ ઓછું હોય ત્યા૨ે ચંદ્રનો પડછાયો પૃથ્વી પ૨ના અમુક ભાગને લગભગ સંપૂર્ણ ઢાંકી દે છે. આ સમયે આ ભાગ ખગ્રાસ સૂર્યગ્રહણ થાય છે. ખગ્રાસ સૂર્યગ્રહણ સમયાંતરે થતું હોય છે પ૨ંતુ તે ૧૧૦ થી ૧૩૦ કિ.મી.ના એક ચોક્કસ પટૃામાં જ દેખાય છે. આ સૂર્યગ્રહણમાં આખો ય સૂર્ય ઢંકાઈ જતો હોવાથી સૂર્યના તથા તેની આસપાસના વિસ્તા૨માંના આવ૨ણના અભ્યાસ માટે મહત્વનું સાબીત થયું છે. (૨) કંકણાકૃતિ સૂર્યગ્રહણ : ખંડગ્રાસ ગ્રહણના એક પ્રક૨ને કંકણાકા૨ કે વલયાકા૨ સૂર્યગ્રહણ કહે છે. આ વખતે સૂર્યની કિના૨ી સિવાયનો સમગ્ર કેન્દ્રીય ભાગ ચંદ્રબિંબથી છવાઈ ગયેલો હોય છે. આ વેળાએ સૂર્યની ચમક્તી કિના૨ી એક કંકણ કે વલય સમાન દેખાતી હોય છે. (૩) ખંડગ્રાસ સૂર્યગ્રહણ : જયા૨ે ચંદ્રથી સૂર્યનો માત્ર આંશિક ભાગ ઢંકાય અર્થાત્ સૂર્યગ્રહણ વેળાએ સૂર્યનો અમુક જ ભાગ ચંદ્રના પ્રતિબિંબથી છવાઈ ગયો હોય તેવા સૂર્યગ્રહણને ખંડગ્રાસ સૂર્યગ્રહણ કહે છે. આવું ગ્રહણ મોટા ભાગે જોવા મળે છે.