જેને ગુજરાતી ગીતોને એક નવી ઓળખ આપી છે તે કોકિલકંઠી કિંજલ દવેનું નામ ગુજરાતની લોકપ્રિય ગાયિકાઓમાં પ્રખ્યાત છે. તેના જીવન વિશેની પણ અવનવી વાતો તેના ફેન્સ જાણવા માટે ખુબ જ આતુર હોય છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ચણીયા ચોલી પહેરીને પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ વ્હાઇટ કલરની ટ્રેડિશનલ ચોલી પહેરી છે. આ ટ્રેડિશનલ લુકમાં તેણી ખુબજ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.