જમ્મુ-કાશ્મીરને ભારત સાથે જોડતો દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ આવતા વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે. જોકે, પુલ પરનો ધનુષ્યઆકારનો આર્ક ચાલુ વર્ષે માર્ચ મહિનામાં બની જશે. રેલવેનું કામકાજ ૨૦૨૨ સુધીમાં શરૂ થઈ જશે.

આ બ્રિજ ચિનાબ નદી પર બની રહ્યો છે અને તે કાશ્મીર વેલીને ભારતના અન્ય ભાગો સાથે જોડશે. લગભગ હજારો કરોડ રૂપિયાની કિંમતે બની રહેલા અર્ધચંદ્ર આકારનો આ બ્રિજ બનાવવામાં ૨૪,૦૦૦ ટન લોખંડનો ઉપયોગ કરાયો છે. આ બ્રિજનું કામ પુરું થયા બાદ બેઈપેન નદી પર બનેલા ચીનના સુઈબાઈ રેલવ બ્રિજ (૨૭૫ મીટર)નો રેકોર્ડ તોડશે. ૧.૩૧ કિમી લાંબા આ બ્રિજનું હાલમાં છેલ્લા ૧૧૧ કિમીના કતરા-બનિહાલ સેક્શનનું કામ ચાલી રહ્યું છે. લગભગ હજારો કરોડ રૂપિયાની કિંમતે બની રહેલા અર્ધચંદ્ર આકારનો આ બ્રિજ બનાવવામાં ૨૪,૦૦૦ ટન લોખંડનો ઉપયોગ કરાયો છે. આ બ્રિજનું કામ પુરું થયા બાદ બેઈપેન નદી પર બનેલા ચીનના સુઈબાઈ રેલવ બ્રિજ (૨૭૫ મીટર)નો રેકોર્ડ તોડશે.

આ ૩૫૯ મીટર ઊંચા આ બ્રિજ પર ૪૬૭ મીટરની સેન્ટ્રલ સ્પાન હશે. આ બ્રિજ કુતુબ મિનાર (૭૨ મીટર) અને એફિલ ટાવર (૩૨૪ મીટર)થી પણ ઊંચો છે. ’આ દુનિયાનો સૌથી ઊંચો રેલવ બ્રિજ છે, જે ૨૬૬ કિમી/કલાકની ઝડપે પવન ફુંકાય તો તેનો પણ સામનો કરી શકે છે.’ કેન્દ્ર સરકારની સીધી દેખરેખ હેઠળ આ બ્રિજનું બાંધકામ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે. યોજના મુજબ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં કાશ્મીર ટ્રેનથી કનેક્ટ થઈ જશે.

૭ નવેમ્બર, ૨૦૧૫એ જાહેર કરાયેલા રૂ. ૮૦,૦૬૮ કરોડના પ્રાઈમ મિનિસ્ટર્સ ડેવલોપમેન્ટ પેકેજ અંતર્ગત છેલ્લા એક વર્ષમાં ઘણા કામો શરૂ કરાયા છે. જમ્મુ-કાશ્મીરનું સામાજિક-આર્થિક માળખું મજબૂત બને અને અને સમતુલીત ક્ષેત્રિય વિકાસ થાય તે આ પેકેજનો હેતુ હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.