બીજી ડિસેમ્બરે ગુજરાતભરમાં રૂપેરી પડદે ધૂમ મચાવશે
બોલીવુડની એક્શન ફિલ્મને ટક્કર આપે તેવાં દિલ ધડક સ્ટંટ સીન અને કર્ણપ્રિય સંગીત સાથે ચોટદાર સંવાદો: અલગ-અલગ ભાષામાં થશે રિલીઝ ‘અબતક’ મીડિયાના આંગણે ફિલ્મનું કથાનક વર્ણવી સિનેમાઘરમાં ફિલ્મ નિહાળવા કરી અપીલ
પ્રેમ, ડ્રામા, રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ, એક્શન, સંવેદના અને કોમેડીનો અદ્ભૂત સંગમ નિહાળવા આગામી તારીખ બીજી ડિસેમ્બરે ગુજરાતભરના રૂપેરી પડદે ધૂમ મચાવવા ‘ધમણ’ (ધ સેવિયર) ફિલ્મ આવી રહી છે. ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા ફિલ્મના કલાકારો આર્જવ ત્રિવેદી, કથા પટેલ અને આયોજકો ભૂપત બોદર, અંકિત બ્રહ્મભટ્ટ વિગેરેએ ફિલ્મના કથાનક વિષે છણાવટ કરી દર્શકોને ફિલ્મ નિહાળવા અપિલ કરી હતી.
ગુજરાતી ફિલ્મ જગતના ઈતિહાસ પર નજર નાખતા તેના ભવ્ય ઐતિહાસિક વારસાના દર્શન થયા વગર રહેતા નથી. ભારતીય ફિલ્મ જગતના ઈતિહાસને જેમ ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ પણ ભવ્યાતિભવ્ય છે. ઘણા નાના- મોટા નવા દુશ્મનો, પ્રેમ અને પરિવાર કલાકારોના જીવન સંઘર્ષ ગાથા વણાયેલી છે. ત્યારે ફિલ્મોની સફળતાના બે માપદંડ હોય છે. એક બોક્સ ઓફિસ અને બીજું તેને મળતા એવોર્ડસ તેમજ ફિલ્મમાં કલાકારોનો શાનદાર અભિનય, ફિલ્મનું કર્ણપ્રિય સંગીત, ચોટદાર સાંદો, મજબુત પટકથા આ બધું મળીને એક સર્વશ્રેષ્ઠ ફિલ્મ બને છે અને બોક્સ ઓફીસ પર ઈતિહાસ સર્જાય છે. ત્યારે એવોર્ડ ભલે ના મળે પણ બોક્સ ઓફિસ પર શાનદાર-જાનદાર દેખાવ કરે તો પણ એ ફિલ્મ નોંધપાત્ર કહેવાય ત્યારે પ્રતિષ્ઠિત બેનર શિવમ જૈમિન એન્ટરપ્રાઇઝ પ્રા. લિમિટેડ પ્રસ્તુત શોભના ભૂપત બોદર અને શિવમ ભૂપત બોદર દ્વારા નિર્મિત, વૃંદા બ્રહ્મભટ્ટ દ્વારા સહ-નિર્માતલ બંટી રાઠોડ લખેલા સંવાદો થી મઢેલું અને નસીમ અહેમદ દ્વારા નયનરમ્ય સિનેમેટોગ્રાફીથી અંકિત થયેલું ધમણ (ધ સેવિયર) છ ભાષામાં રીલીઝ થઇ રહ્યું છે. મજબુત પટકથા, કલાકારોનો જાનદાર અભિનય, નયનરમ્ય ફોટોગ્રાફી, દિલધડક સ્ટંટ દ્રશ્યો, રાષ્ટ્રભક્તિ, કોમેડી, ચોટદાર સવાંદોથી ભરપુર ધમણ (ધ સેવિપર)ના ટ્રેલરને કલાપ્રેમી જનતા દ્વારા અદભુત પ્રતિસાદ સાંપડ્યો હતો. ત્યારે તારીખ 2 જી ડિસેમ્બરે ગુજરાતી ફિલ્મ ધમણ (ધ સેવિયર) ગુજરાતભરના રૂપેરી પડદે ધૂમ મચાવવા આવી રહી છે, અને દર્શકોની ઉત્કંઠાનો અંત આવી રહ્યો છે.
આ તકે દિગ્દર્શક રાજન આર વર્માએ જણાવેલ કે આ ફિલ્મ છ ભાષાઓમાં સૌથી મોટા એક્શન પેક્ડ ફેમિલી એન્ટરટેઈનર તરીકે રૂપેરી પડદે બીજી ડિસેમ્બરે (2 ડિસેમ્બર) ધૂમ મચાવવા તૈયાર છે. વધુમાં માહિતી આપતા નિર્માતાએ જણાવ્યું હતું કે ધમણ (ધ સેવિયર) આ એક દેશદાઝથી ભરેલા જાંબાઝ સૈનિકની વાર્તા છે કે જેના માટે રાષ્ટ્ર મિશન, માત્ર લાગણીઓ નથી. તે એક પ્રતિબદ્ધતા છે. દેશના સ્વમાન માટે પોતાના જાનની બાજી લગાવતા પણ અચકાતો નથી તેવા દેશના જવાનની જવામર્દીને ફિલ્મમાં સુંદર રીતે દર્શાવવામાં આવી છે. બોલીવુડના એક્શન સીનને ટક્કર આપે તેવું ગુજરાતી ફિલ્મ ધમણ (ધ સેવિયર) જોવા દર્શકોમાં ઉત્સાહ વ્યાપી રહ્યો છે. આ મુવીના એડિટર અંકિત એચ બ્રહ્મભટ્ટ અને પ્રતીક એસ પાટીલ છે. ત્યારે ધમણ (ધ સેવિયર) ગુજરાતી, તમિલ, તેલુગુ, કન્નડ, ભોજપુરી અને હિન્દીમાં આવી રહ્યું છે. અને ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં પહેલીવાર ભાષાઓની સરહદ ઓળંગી રહી છે. સમગ્ર ભારતમાં દેશદાઝથી ભરેલી ધમણ (ધ સેવિયર) રૂપેરી પડદે ધૂમ મચાવશે અને આ ભરપૂરલ સંપૂર્ણ પારિવારિક મનોરંજન ફિલ્મ જોઈને દરેક ભારતીય ગૌરવ અને સન્માનની લાગણી અનુભવશે.
ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર ટ્રેન્ડ કરી રહી છે: ભૂપત બોદર
ભૂપત બોદરએ જણાવેલ કે ધમણ (ધ સેવિયર) કે જેમાં પ્રતિષ્ઠિત કલાકારો આર્જવ ત્રિવેદી, કથા પટેલ, જયેશ મોરે, અનંગ દેસાઈ, ભાવિની જાની, કિશન ગઢવીએ અભિનય કરેલ છે. જેનું દિગ્દર્શન રાજન આર વર્મા દ્વારા કરવામાં આવ્યું છે.
જેમણે વર્ષ 2021માં ગુજરાતી બ્લોકબસ્ટર મૂવી “જેશુ જોરદાર” દિગ્દર્શન કર્યું હતું. જે હાલમાં એમેઝોન પ્રાઇમ પર ટ્રેન્ડ કરી રહી છે.
ગુજરાતી ભાષાને પ્રોત્સાહન જરૂરી: આર્જવ ત્રિવેદી
ગુજરાતી આપણી માતૃભાષા છે. ગુજરાતીમાં જે કંઇ હોય નાટક, ફિલ્મ કે ગીત સંગીત…. આપણે સૌએ આપણી આ માતૃભાષાને પ્રોત્સાહન આપવું જરૂરી છે અને ગુજરાતી કોઇપણ રચનાને નિહાળવી જરૂરી છે.
આપણે જો એક ગુજરાતી તરીકે નહી જોઇએ તો કોણ જોશે. આમ કહીને સૌ ગુજરાતીઓને આ ‘ધમણ’ ગુજરાતી ફિલ્મને સિનેમા ઘરમાં નિહાળવા સૌ ગુજરાતીઓને ‘અબતક’ના માધ્યમથી અનુરોધ કર્યો હતો.
ફિલ્મને થિયેટરમાં જોવા અનુરોધ: કથા પટેલ
ધમણ (ધ સેવિયર)ના ટ્રેલરને સોશિયલ મીડિયા પર 3 મિલિયન કરતા પણ વધુ કલાપ્રેમી જનતા દ્વારા અદભુત પ્રતિસાદ સાંપડ્યો હતો ત્યારે 2 જી ડિસેમ્બરે ધમણ (ધ સેવિયર)ની રીલીઝ સાથે દર્શકોની ઉત્કંઠાનો અંત આવી રહ્યો છે.
તો સેવિયરના સાક્ષી બનવા માટે તૈયાર રહો તેમજ આ ફિલ્મ બીજી ડિસેમ્બરે (2 ડિસેમ્બર) રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ગુજરાતના કલાપ્રિય દર્શકોને ફિલ્મ થિયેટરમાં નિહાળવા કલાકાર કથા પટેલે અનુરોધ કર્યો હતો.