અમેરિકાના વર્જિનિયામાં 2.8 મીલીયન ચો.ફુટમાં ફેલાયેલી આ અત્યાધુનિક બિલ્ડીંગમાં રપ હજાર કર્મચારીઓની બેકઠ વ્યવસ્થા
દર મહિનાના કોઇ એક અઠવાડીયે સામાન્ય માણસ પણ આ ઇમારતની મુલાકાત લઇ શકશે
અમેઝિંગ એમેઝોન… વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોને અમેરિકાના વર્જિનિયા રાજયમાં આલિંગ્ટન ખાતે એક અદભુત અને અનોખું હેડકવાર્ટર ઉભુ કર્યુ છે. એમેઝોનના આ વડામથકની તસ્વીરો જોઇ તમે પણ દંગ રહી જશો, જાન્યુઆરી માસથી આ ઉપર કામ કરવાનું એમઝોને શરૂ કરી દીધું છે. જો કે, હાલ તમામ કર્મચારીઓ ‘વર્ક ફોમ હોમ’ કરી રહ્યાં છે. આગામી થોડા જ દિવસોમાં અત્યાધુનિક સવલતોથી સજજ આ વડુમથક ધમધમતું થઇ જશે.
એમેઝોનનું આ વડુમથક અમેઝિંગ છે. જેની વિશેષતાની વાત કરીએ તો, કોરોના મહામારી જેવી આપત્તિઓને ઘ્યાને રાખી હેલ્થ પ્રોટોકોલની સાથે નવી બિલ્ડીંગ ઉભી કરાઇ છે. જે 2.8 મીલીયન સ્કવુેર ફુટમાં ફેલાયેલી છે. બિલીંગ ફરતે લીલોતરી છવાયેલી છે. રાઉન્ડ, લંબગોળ આકારની આ ઇમારતમાં ચોતરફ વૃક્ષો જોવા મળી રહ્યા છે. પ્લાન્ટ અને ઝાડથી ઘેરાયેલ આ ઇમારતમાં પ્રવેશ માટે બે પગપાળા રસ્તાઓ છે. જેની બન્ને બાજુ પણ વિવિધ જાતના વનસ્પતિના છોડવાઓ મુકવામાં આવ્યા છે. એમેઝોને તાજેતરમાં પોતાની નવી બિલ્ડીંગના ફોટાઓ શેર કરી બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે, આ હેડકવાર્ટસની મુલાકાત દર મહિને નકકી કરાયેલા સાપ્તાહિતના અંતે સામાન્ય લોકો પણ કરી શકશે. 25,000 કર્મચારીઓની બેઠક વ્યવસ્થાથી આ બીલ્ડીંગ સજજ છે.
એક લાખ ચોરસ ફુટના ક્ષેત્રને આવરી લેતા કુલ ત્રણ પેવીલીયન્સ પણ ગોઠવાયા છે. જેમાં રેસ્ટોરન્ટ, વિવિધ દુકાનો અને લોકો બેસી શકે તેવી જગ્યાઓ ઉભી કરાઇ છે. આ બિલ્ડીંગની મહત્વની અને સૌથી મોટી વિશેષતાએ ગણી શકાય કે, આ ઇમારત સંપૂર્ણપણે રીન્યુએબલ એનર્જી એટલે કે સુર્ય ઉર્જાથી ચાલશે, અહીં એક સોલાર ફાર્મ ઉભુ કરાયું છે જે સુર્યતાપમાંથી ઉર્જા ઉત્પન્ન કરશે અને તેનો ઉપયોગ બિલ્ડીંગની વિજ જરુરીયાતમાં કરાશે.