ધજા ચડાવી અને મહાદેવનો અભિષેક કરી મેળાને ખલ્લો મૂકવામાં આવ્યો
ચોટીલા રાજવી પરિવારના મહાવીરભાઈ દાદાબાપુ ખાચર અને જયવિર ભાઈ દાદા બાપુ ખાચર દ્વારા ઠાંગેશ્વાર મહાદેવના મંદિરે ધજા ચડાવી અને મહાદેવનો અભિષેક કરી મેળાને ખલ્લો મૂકવામાં આવ્યો હતો
ચોટીલા તાલુકાના ઝિંઝૂડા વિડ વિસ્તારમાં ઠાંગનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણી અમાસના દિવસે મેળો ભરાયો હતો. મેળામાં હજારોની સંખ્યામાં ગ્રામજનો મહાદેવના દર્શન કરવા અને મેળો માનવા આવે છે ઠાંગા પંથકના દરેક ગામડામાંથી અહીં લોકો ભેગા થાય છે જયારે ઝિંઝુડાથી હકાબાપાની રાવટી આવે છે અને લોકોને ચણાની પ્રસાદી આપવામાં આવે છે.
ઠાંગેશ્વર મહાદેવ લોક વાયકા મુજબ 8 થી 10 સદી પહેલાંનું મંદિર છે મેળાની વિશેષતા એ છે કે ખેડૂત પુત્રો બળદ ગાડા અને કાઠી દરબારો ઘોડેસવારી લઈને આવે છે. આ મંદિર 800 વરસ જૂનું છે અને કાળું બાપુ ખાચરને મહાદેવ ભોળાનાથ પ્રસન્ન થયા હતા ત્યારબાદ કાળું બાપુ ખાચર એ શિવ લિંગની સ્થાપના કરી હતી.