આતંકી હુમલા બાદ લોકોમાં ભારે રોષ: વિવિધ સમાજના આગેવાનો, રાજકીય પક્ષના હોદેદારો સહિતના લોકોએ મૃતકોને હૃદયાંજલિ પાઠવી
ગઈકાલે જમ્મુ-કાશ્મીર ખાતે અમરનાથ મહાદેવની યાત્રામાંથી પરત ફરી રહેલા ગુજરાતી યાત્રાળુઓની બસ પર આતંકવાદીઓએ હુમલો કરતા સાત યાત્રાળુઓના મોત નિપજયા છે. જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડયા છે. ત્યારે ઠેર-ઠેરથી આ ઘટનાને વખોડવામાં આવી રહી છે. તેમજ મૃતક યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.
મેયર
અમરનાથ યાત્રિકો પર આતંકી હુમલાને વખળી કાઢી ગુજરાતના અમરનાથ યાત્રિકોના અવસાન બદલ મેયર ડો.જૈમન ઉપાધ્યાયે શ્રધાંજલિ પાઠવી હતી.
દેશના હિંદુઓની આસ્થાનું સ્થાન એવા અમરનાથ બાબાના દર્શને લાખો લોકો દર વર્ષે જાય છે. ગુજરાત માંથી પણ હજારોની સંખ્યામાં ભોલે બાબાના દર્શનાર્થે જાય છે. ગઈ કાલે આતંકવાદી દ્વારા અમરનાથ યાત્રિકો પર હુમલો કરેલ છે. આવા પીઠ પાછળના નાપાક હુમલાને વખોળતા મેયર એ જણાવેલ કે ભોલે બાબાના દર્શનાર્થી અને નિર્દોષ લોકો પર હુમલો કરી નિમ્ન કક્ષાનું કૃત્ય કરેલ છે.
ભારત દેશના નાગરિક સંતી પ્રિય અને સંસ્કૃતિ અને સંસ્કારની જાણવણી વાળો દેશ છે. પરંતુ આવા નાપાક કૃત્યનો જવાબ અને માં ભોમનિ રક્ષા માટે જડબા તોડ જવાબ આપી શકે તેમ છે.
શહેર ભાજપ
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોર રાઠોડે શોક સાથે જણાવ્યું હતું કે, ગુજરાતથી અમરનાથ મહાદેવના દર્શન માટે ગયેલા યાત્રાળુઓ પર આતંકવાદીઓ દ્વારા અમાનવીય અને કાયરતાપૂર્ણ હુમલો એ એક જધન્ય અપરાધ છે અને તેને વખોડી કાઢીએ છીએ. સાથે આ હુમલાનો ભોગ બનનાર મૃતકોને શહેર ભાજપ વતી ભાવભીનિ શ્રદ્ધાંજલિની અભિવ્યકિત કરીએ છીએ. જે પણ યાત્રાળુઓ ઈજાગ્રસ્ત બન્યા છે તેમને યોગ્ય સારવાર મળે અને જલ્દી સાજા થઈને ગુજરાત પરત ફરે તેવી પ્રાર્થના પણ કરી હતી. આ પ્રકારના હુમલા એ કાયરતાભરેલા કૃત્યો છે. આવા દોષીઓને સખતમાં સખત સજા મળે અને ભવિષ્યમાં આ પ્રકારના જધન્ય અપરાધ કરવાના વિચારમાત્રથી તેઓનું કાળજુ કંપી ઉઠે તેવા સખત પગલા લેવાય તે અભિપ્રેત છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
હિમાલયના બર્ફીલા વિસ્તારમાં આવેલ પવિત્ર અમરનાથના દર્શનાર્થે સમગ્ર વિશ્વભરમાંથી તેમજ ભારત દેશના હજારો હિન્દુઓ દ્વારા દર વર્ષે આવે છે. કૈલાશ માનસરોવર યાત્રા તેમજ દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન જેટલું જ અમરનાથ યાત્રાનું ધાર્મિક માહાત્મ્ય છે.
હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન પવિત્ર અમરનાથ યાત્રાના યાત્રિકો પર આતંકવાદીઓ દ્વારા રાત્રિના સમયે હુમલો કરી, નિર્દોષ લોકોની જાનહાનિ કરવાના આતંકી અને જઘન્ય કૃત્યને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ સખત શબ્દોમાં વખોડી કાઢે છે તથા આ દુ:ખદ ઘટનામાં અવસાન પામેલ તમામ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવે છે. તેમજ મૃતકોના પરિવારજનોને આવી પડેલ અણધાર્યું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી સાંત્વના આપે છે.
ભંડેરી, ભારદ્વાજ
ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને જુનાગઢ જિલ્લા ભાજપના પ્રભારી નિતીન ભારદ્વાજે જણાવ્યું હતું કે, ગત રાત્રે જમ્મુ-કાશ્મીર ખાતે અમરનાથ મહાદેવની યાત્રાથી પરત ફરી રહેલ ગુજરાતી યાત્રાળુઓની બસ પર આતંકવાદીઓએ હિચકારો હુમલો કરતા સાત યાત્રાળુઓ આ હુમલાનો ભોગ બનતા મૃત્યુ પામ્યા હતા. જયારે ૩૨ યાત્રાળુઓ ગંભીર રીતે ઘવાયા હતા. આ નિર્દોષ યાત્રાળુઓ પરનો હુમલો એક રાક્ષસી કૃત્ય છે, તેની ભગવાન અમરનાથ મહાદેવના દર્શન થકી ભારતભરના યાત્રાળુઓ ધન્યતા અનુભવતા હોય છે અને આ યાત્રા નિર્વિધ્ને અને સુખદ રીતે સલામતી સાથે સંપન્ન થાય તે માટે સરકાર પણ યોગ્ય સલામતી પુરી પાડતી હોય છે, પરંતુ માનવતાના દુશ્મન અને કાશ્મીર અને ઈસ્લામ પરના કલંક સમાન આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ તેમજ ગુજરાતથી અમરનાથ યાત્રાએ જઈને પરત ફરતા યાત્રાળુઓ પર કરેલા હુમલાથી આખો દેશ શોકમય બન્યો છે અને આવા કૃત્યો પર ફીટકાર વરસાવી રહ્યો છે. આવા દુ:ખદ પ્રસંગે ભોગ બનનારને શ્રદ્ધાંજલિ અર્પી ઘવાયેલા યાત્રાળુઓને સારામાં સારી સારવાર મળે અને તેઓ પુન:સ્વાસ્થ્ય પ્રાપ્તિ કરી પોતાના વતનમાં પરત ફરે તેવી વ્યવસ્થા કેન્દ્ર સરકારની સાથે ગુજરાત સરકાર કરી રહી છે.
ભાનુબેન બાબરીયા
ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, માનવતાના દુશ્મન એવા આતંકવાદીઓ દ્વારા અમરનાથના યાત્રિકો પર કાયરતાપૂર્વક હુમલો કરવાની ઘટના દુ:ખદ છે. આ હુમલામાં ધર્મપ્રેમી એવા ગુજરાતના ૭ મૃતક યાત્રિકોની આત્માને દિવ્ય શાંતિ મળે તેવી ઈશ્ર્વરને પ્રાર્થના છે.
શિવસેના
ગઈકાલે અમરનાથ અનંતનાગ નજીક ગુજરાતની યાત્રાળુ બસ ઉપર થયેલ આતંકી હુમલાને શિવસેનાનાં સૌરાષ્ટ્ર પ્રમુખ જીમ્મીભાઈ અડવાણીએ આ ઘટનાને વખોડી કાઢી હતી. તેઓએ જણાવ્યું કે શિવના દર્શને જતા નિર્દોષ ભકતજનો પર આવી રીતે રાક્ષસી હુમલો કરી આ આતંકીઓ શ્રદ્ધાળુઓનો જુસ્સો તોડી નહી શકે. આવા કાયરતા પૂર્વકના હુમલાથી ભકતો જરા પણ ડરશે નહીં. આતંકવાદીઓના નાપાક મનસુબાને કદી સફળ થવા દેવાશે નહીં.
ઘણા સમયથી તીર્થસ્થાનો અને યાત્રા ઉપર થતા આ પ્રકારના આતંકી હુમલાઓનો ‘ઈંટ કા જવાબ પથ્થર’ સે દેવાનો સમય આવી ગયો છે. તે જવાબદારોએ શીખી લેવાની જ‚ર છે. કયાં સુધી નિર્દોષ લોકોની બલીઓ આ આતંકી‚પના રાક્ષસને ચડાવશું. આ યાત્રામાં શિવચરણ પામેલા ભકતજનોને શિવસેના દ્વારા શ્રદ્ધાંજલિ અપાય છે અને આ રાક્ષસી કૃત્યને તેમજ દર્દજનક ઘટનાને વખોડી કાઢીએ છીએ.
આસવાણી,બુટાણી
વોર્ડ નં.૩ના કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર જયંતિભાઈ બુટાણીએ જણાવ્યું હતું કે, હિન્દુઓના મતોથી ચુંટાયેલી સરકાર અમરનાથમાં યાત્રિકોની સલામતી જાળવવામાં નિષ્ફળ નિવડી છે. હુમલો થવાનો હોવાની આઈ.બી.ની બાતમી છતા હુમલો રોકવામાં સરકારની પોલ ખુલ્લી ગઈ છે અને ૭ ગુજરાતીના મૃત્યુથી હાહાકાર મચી ગયો છે. રાજય સરકારે તાત્કાલિક સહાય મૃતકોના પરિવારજનોને ચુકવવી યોગ્ય છે.
વશરામ સાગઠીયા
અમરનાથ યાત્રામાં આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે હિન્દુવાદી સરકાર હિન્દુઓના રક્ષણમાં પાંગળી પુરવાર થઈ છે. મૃતક યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ આપવા જીલ્લા પંચાયત ચોક ખાતે સાંજે ૭ કલાકે કેન્ડલ માર્ચ યોજાશે.
વિશ્ર્વ હિન્દુ પરિષદ
બાબા અમરનાથની યાત્રશએ સમગ્ર ભારતમાંથી હિન્દુ શ્રધ્ધાળુઓ જતા હોઈ છે તેઓ પર અવાર નવાર ઈસ્લામીક ત્રાસવાદીના હુમલાઓ થાય છે. જમ્મુ કાશ્મીરમાં ઈસ્લામીક આતંકવાદ હાલમાં ચરમસીમાએ છે કોઈ પણ હિન્દુ સુરક્ષીત નથી સૈનવીકો સુરક્ષીત નથી યાત્રાળુઓ સુરક્ષીત નથી ત્યારે ગઈકાલે અમરનાથ યાત્રીકો પર થયેલા હુમલામાં જે યાત્રાળુઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેમના પરિવાર પ્રત્યે વિશ્ર્વ હિન્દુ પરિષદ દુ:ખની લાગણી અનુભવે છે. આવા જેહાદી તત્વોને સરકાર દ્વારા તાત્કાલીક ઠાર કરવામાં આવે.