બાલતાલ અને પહેલગામ બંન્ને માર્ગો પર અમરનાથ યાત્રાને રોકવામાં આવી

જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને પગલે અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. 1 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રાનો વધુ એક સમૂહ બાબા બર્ફાનીનો જયઘોષ કરતા રવાના થયો હતો પરંતુ તેને રસ્તામાં રોકી દેવામાં આવ્યો છે. ખરાબ હવામાનને કારણે બાલતાલ અને નુનવામાં અમરેશ્વર ધામ તીર્થયાત્રાને રોકી દેવામાં આવી છે

અમરનાથ શ્રાઈન બોર્ડના અધિકારીઓએ કહ્યું કે હવામાન સ્વચ્છ થવા પર યાત્રા ફરીથી ચાલુ કરવામાં આવશે. હાલમાં કોઈપણ યાત્રીને પવિત્ર ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી નથી. ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે બાબા બર્ફાનીના દર્શન કરવા જનારા ભક્તોના સમૂહને રોકી દેવામાં આવ્યો છે.

જમ્મુ કાશ્મીર સ્થિત બાબા અમરનાથના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ પહોંચી રહ્યા છે. હાલમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે સુરક્ષાને લઈ યાત્રા વચ્ચે રોકવામાં આવી છે.  પ્રશાસન દ્વારા અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે,બુધવારથી  વરસાદ વરસી રહ્યો છે, ખરાબ હવામાનને લઈ બાલતાલ અને પહેલગામ બંન્ને માર્ગો પર અમરનાથ યાત્રાને રોકવામાં આવી છે, થોડા દિવસો પહેલા જ અમરનાથ ગફા ની પાસે વાદળ ફાટવાની ધટના બની છે, ત્યારથી પ્રશાસન સતર્ક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.