કેન્દ્ર સરકારે અમરનાથ યાત્રાને રદ્દ કરી દીધી છે. અમરનાથ યાત્રા 15 ઓગષ્ટે પૂર્ણ થવાની હતી. પરંતુ તે પહેલા અમરનાથ યાત્રાના યાત્રાળુઓને પરત ફરવા જણાવી દેવાયું છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ નિર્ણય યાત્રાળુઓની સુરક્ષા કારણોસર લેવામાં આવ્યો છે
સૂત્રો મુજબ અમરનાથ યાત્રામાં આતંકવાદી હુમલાનું એલર્ટ અપાયું છે. જેને પગલે સરકાર આજે ધડાધડ નિર્ણયો લઇ રહી છે. અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદીઓ કાશ્મીર ખીણમાં માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો અને આતંકવાદીઓ પાસેથી એમ-24 સ્નાઇપર રાફઇલ પણ મળી આવી છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની આહટ વચ્ચે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં વધારાના સુરક્ષાદળો તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. જેની સામે રાજકીય પક્ષોએ સવાલ ઉઠાવ્યા છે..