અમરનાથ યાત્રા અને રમઝાન માસ દરમિયાન શાંતી જળવાઈ રહે તેવા હેતુથી જમ્મુના મુખ્યપ્રધાન મેહબુબા મુફતીએ એકતરફી સીઝફાયરનું એલાન કર્યું છે.
સીએમ મેહબુબા મુફતીની આ માંગ પર કેન્દ્ર સરકારે કોઈ ખાસ વલણ દાખવ્યું નથી. કારણકે આ અગાઉ વર્ષ ૨૦૦૦માં આ જ પ્રકારે જમ્મુમાં એક તરફી સીઝ ફાયરનું એલાન વાજયેપી સરકારે કર્યું હતું જે અસફળ રહ્યું હતું.
મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ માંગણી ઉચ્ચારી છેકે રમઝાન અને અમરનાથયાત્રા સમયે કાશ્મીરમાં એક તરફી સીઝફાયર એટલે કે એક તરફી વિરામ લાદવો જોઈએ અને સૈન્ય કાર્યવાહીને રોકવી જોઈએ.
સીએમ મુફતીની આ માંગની ઘણા અધિકારીઓએ વિરોધ કર્યો છે અને સુરક્ષા એજન્સીઓએ પણ આ માંગને ફગાવી દીધી છે.
સીએમ મુફતીની આ માંગ બાદ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની એક બેઠક મળી હતી. જેમાં નિર્ણય લેવાયો છે કે રમઝાન માસ અને અમરનાથ યાત્રા દરમિયાન સૈન્ય કાર્યવાહી નહીં અટકે કારણકે આનાથી દેશ અને કાશ્મીરની જનતા પર ખતરો મંડરાશે.
ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે તેઓ મહેબુબા મુફતી સાથે વાતચીત કરી રહ્યા છે. આ ઉપરાંત ૧૯મીએ પીએમ મોદી કાશ્મીરની મુલાકાતે જવાના છે જે દરમિયાન તેઓ સીએમ મુફતીને મળશે અને વાટાઘાટો કરશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,