બે મહિના ચાલનારી બર્ફિલા બાબાની યાત્રા શિવલીંગ પીગળતા વહેલી પૂર્ણ થશે
જમ્મુ-કાશ્મીરના અમરનાથમાં બર્ફિલાબાબા અમરનાનું શિવલીંગ પીગળવા માંડતા શ્રધ્ધાળુઓ ઉદાસ , ગયા છે. આ મહિનાના અંત સુધીમાં શિવલીંગ સંપૂર્ણ રીતે પીગળી જશે તેવું માનવામાં આવી રહ્યું છે. આશરે ત્રણ લાખ શ્રધ્ધાળુઓ બે મહિનામાં બર્ફિલાબાબા અમરનાથના દર્શન કરે છે. એક મહિના અગાઉ બે લાખ શ્રધ્ધાળુઓએ આ શિવલીંગના દર્શન કરી લીધા છે. જો કે હજુ અમરના યાત્રા ચાલુ જ છે ત્યારે શિવલીંગ પીગળતા શ્રધ્ધાળુઓ ઉદાસ થઈ ગયા છે.
જો કે, શિવલીંગ પીગળતા યાત્રિકોના ધસારામાં કોઈ ફરક પડશે નહીં. બદલતા વાતાવરણને કારણે અમરનાથનું શિવલીંગ ઝડપી પીગળી રહ્યું છે. ૭૮૨ યાત્રિકોનો કાફલો દક્ષિણ કાશ્મીરી અમરનાથ જવા રવાના થયો છે. યાત્રિકોની ૨૬ બસો સંપૂર્ણ સિક્યોરીટી સાથે રવાના થઈ છે.
આ અંગે પહેલગામના અનિલે જણાવ્યું કે, “મારી આ છઠ્ઠી અમરનાથ યાત્રા છે, મારા માટે આ શ્રધ્ધાનો વિષય છે, હું કોઈ મંદિરમાં જાઉ ત્યારે ખૂબજ શ્રધ્ધાથી નતમસ્તક થઈ જાઉ છું, અમરનાથની યાત્રા મારા હૃદય સાથે જોડાયેલી છે.
જયારે પ્રદિપ કુમાર નામના યાત્રિકે જણાવ્યું કે, “શિવલીંગ પીગળવાથી હું મારી અમરનાથ યાત્રા કેન્સલ કરવાનો નથી. જો અમારા પહોંચતા પહેલા જ શિવલીંગ પીગળી જશે તો પણ અમે તે જગ્યાના દર્શન કરશું અમને વિશ્વસ છે કે અમારી યાત્રા સફળ થશે અને યાત્રા તેના શેડયુલ પ્રમાણે જ આગળ વધશે.
પરંતુ કેટલાક યાત્રિકો ખરાબ હવામાન અને શિવલીંગ પીગળવાની વાતને લઈને ખુબજ નિરાશ થઈ ગયા છે. યુપીના કુલદીપ જણાવે છે કે, “હું ખૂબ જ દૂરી આવું છું પરંતુ મને શિવલીંગના દર્શન નહીં થય
ઉલ્લેખનીય છે કે ખરાબ હવામાનને કારણે યાત્રાને ઘણીવાર નામંજૂર કરવામાં આવી બંને રૂટ પર બરફ વર્ષા અને ખરાબ હવામાનને કારણે રસ્તા બ્લોક થઈ ગયા હતા. બીજી તરફ ત્રણ યાત્રિકોના હવામાનને કારણે મોત થયા હતા. જેને કારણે અમરના યાત્રા મોડી શરૂ થઈ હતી.
મહત્વનું છે કે બાબા અમરનાના દર્શન કરવા યાત્રિકો ખૂબ જ જહેમત ઉઠાવે છે. ૬૦ દિવસ ચાલનારી આ યાત્રામાં પહેલગાવ અનંતનાગ ડિસ્ટીક અને બાલતાલ ગેન્ડરબાલ ડિસ્ટ્રીકટમાં ૨૮ જૂની યાત્રા શરૂ થઈ હતી. આ યાત્રામાં ૨.૪૯ લાખ શ્રધ્ધાળુઓએ ૩૮૮૦ માઈલ ઊંચા બર્ફિલાબાબા અમરનાના દર્શન કર્યા હતા. સત્તાવાર રીતે આ યાત્રા ૨૬ ઓગષ્ટે પૂર્ણ શે.