રેતી-કપચીના ધંધાર્થીને જાનથી મારી નાખવાની ધમકી
વિંછીયા તાલુકાના અમરાપૂર ગામે ઉઘરાણીના પ્રશ્ર્ને ઓફીસમાં ફાયરીંગ કરી ઘરમાં ઘુસી જાનથી મારી નાખવાની ધમકી આપી પિતાપુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરાપૂર ગામે રહેતા શિવુબેન વાઘાભાઈ ગઢાદરાએ ગામનાજ દાનભાઈ દરબમાર અને તેનો પુત્ર હરેશભાઈએ ઉઘરાણીના પ્રશ્ર્ને દેવરાજ વાઘા ગઢાદરાની ઓફીસ પર ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ફરિયાદીના પુત્ર દેવરાજ અમરાપર ગામે મહાકાળી રેતી કપચીની સપ્લાયર તરીકે વ્યવસાય કરે છે. ધંધાના વિકાસ અર્થે ગામનાજ દાનભાઈ દરબાર પાસેથી 7.35 લાખ લીધેલા હતા. પિતા-પુત્ર દ્વારા અવાર નવાર ઉપરોકત રકમની ઉઘરાણી કરવા ધમકી આપતા હતા અને ઓફીસે આવી ફાયરીંગ કરી મારા ઘરે ઘસી આવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ખૂલતા પોલીસે બંને સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી પી.એસ.આઈ. આર.કે.ચાવડા સહિતના સ્ટાફે હાથ ધરી છે.