બ્રિગેડીયર અજીતસિંહની આગેવાનીમાં સૌરાષ્ટ્રની ટીમ કારગીલ દિન ઉજવશે: કારગીલના સમગ્ર કાર્યક્રમ દરમિયાન ‘અબતક’ ચેનલ સાથે રહેશે

તા.૨૬ જુલાઈ એટલે ભારત દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાયેલો દિવસ વિજયદીવસ ઇસ ૧૯૯૯માં આજ દિવસે ભારતના વીર સપૂતોએ કારગિલ યુદ્ધમાં ઓપરેશન વિજય દ્વારા પાકિસ્તાનની ધૂશણખોરો અને સેનાને ભારતદેશની પવિત્ર ભૂમિમાથી ખદેળી મુકાયા હતા. ૨૦૧૯માં ૨૬ જુલાઈ ના રોજ કારગિલ વિજય દિવસને ૨૦ વર્ષ પૂર્ણ થતાં હોય ભારતીય સેના અને ભારત સરકાર દ્વારા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

amar-jawan-mashal-welcomes-himachal-pradesh-ready-to-celebrate-kargil-day
amar-jawan-mashal-welcomes-himachal-pradesh-ready-to-celebrate-kargil-day

આ ઉજવણીના ભાગ રૂપે ભારતના સંરક્ષણ મંત્રી દ્વારા દિલ્હી ખાતેથી અમર જવાન જ્યોતિ પ્રસ્થાન કરવામાં આવ્યું જે આજ રોજ તારીખ ૧૯જુલાઇના રોજ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લા ખાતે પહોચી હતી. જ્યાં હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

મુખ્યમંત્રીની સાથે કારગિલ યુદ્ધ વીર બ્રિગેડીયર અજીતસિંહની આગેવાની હેઠળ ગુજરાતના સૌરાષ્ટ્રમાથી આવેલ સ્યોર શોટ વોરિયર્સની સમગ્ર ટિમ દ્વારા પણ આ અમર જવાન મશાલનું સ્વાગત કરવામાં આવ્યું.

amar-jawan-mashal-welcomes-himachal-pradesh-ready-to-celebrate-kargil-day
amar-jawan-mashal-welcomes-himachal-pradesh-ready-to-celebrate-kargil-day

તદઉપરાંત વિજય દિવસની આ ઉજવણીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી આ સ્યોર શોટ વોરિયર્સની સમગ્ર ટિમ અમર જવાન મશાલ સામે લેહ સેક્ટર મારફતે કારગિલ સુધી જશે અમે દેશના અમર શહિદ જવાનોને ખુબજ અંતપૂર્વક શ્રદ્ધાંજલી અર્પીત કરશે. સૌરાષ્ટ્રના આ લોહીયા યુવાનોની સમગ્ર ટિમમાં સૂબેદાર અનિલ વનપરિયા, સોનરરી કેપ્ટન ટીપું સુલ્તાન, સત્યપાલસિંહ જાડેજા, કૃપાલી સોલંકી, ઉદય વાનસુરિયા, ભાર્ગવ હીરાની, બંસી પરસાના, પ્રમજી પરમાર, નિકિતા ધોરજીયા,યશરાજ ગાલોરીયા સામેલ છે. સ્યોર શોટ વોરિયર્સના સમગ્ર કાર્યક્રમ દરમિયાન ‘અબતક’ ચેનલ દર્શકોની સાથે જોડાયેલી રહેશે.

યુવાનો દેશ માટે કાર્ય કરે તે ઉમદા કામગીરી: જયરામ ઠાકુર

amar-jawan-mashal-welcomes-himachal-pradesh-ready-to-celebrate-kargil-day
amar-jawan-mashal-welcomes-himachal-pradesh-ready-to-celebrate-kargil-day

કારગીલ વિજય દિવસની ઉજવણી પ્રસંગે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરાજ ઠાકુરે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું કે ગુજરાતથી આવેલા આ તમામ લોકોને આવકારૂ છું અને તેમનો આભાર માનું છું કારગીલમાં દેશના જવાનોને ચાર પરમવીર ચક્ર મળ્યા હતા જેમાંથી બે પરમવીર ચક્ર હિમાચલના કેપ્ટન વિક્રમ બગા અને રાયફલમેન સંજીવ કુમારના ફાળે આવ્યા છે. દેશના યુવાનો દેશદાઝને સમજીને દેશ માટે કાર્ય કરે તે ખૂબજ ઉમદા કામગીરી છે. સરકાર આવા તરવરીયા યુવાનોને પ્રોત્સાહન આપશે સહાય કરશે અને હંમેશા તેમની પડખે ઉભી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.