સરપંચના પતિને ફરીયાદ કરતી વેળાએ હોબાળો ડેન્ગ્યુથી બચવા ગંદકુ દુર કરવાની મહિલાઓની રજુઆત

વડિયા શહેરમાં છેલ્લા ઘણા સમય થી ગંદકી,પાણી,સ્ટ્રીટ લાઈટોને લઈને પબ્લિક હેરાન પરેશાન થઈ રહયા છે તો આજરોજ કૃષ્ણપરા ના બીલેશ્વર મંદિર પાસેની મહીલા ઓ પહોંચી ગ્રામ પંચાયતે અને લેખિતમાં અરજી આપી કે અમારા ઘર પાસે ગટરના ગંધાતા પાણી થી અમારા ઘરોની અંદર બીમારીઓ ફેલાઈ રહી છે તો આ ગંદકી સાફ કરાવો અને સ્ટ્રીટ લાઈટો બંધ છે તે પણ શરૂ કરાવો આ તમામ વાતને ધ્યાને લઈને વડિયામા મહિલા સીટ હોવાથી મહિલા સરપંચ છે પણ કામગીરી તેમના પતિદેવ કરી રહયા છે તો સરપંચપતિ છગનભાઇ ઢોલરીયા પહોંચ્યા કૃષ્ણ પરા વિસ્તારમાં બહેનો ના પ્રશ્નોને લઈને કહ્યું કે આ ગટર છે તે તમારા ધરના ઉંબરા પાસે ફિટીંગ કરાવી દવ છું તો મહીલાઓએ જણાવ્યું કે અમારા ઘર ના ઉંબરા પાસે ગટર નહીં ફીટ કરવા દેઈસુ નહીં અમારા ઘર મા મચ્છર થાયછે ત્યારે સરપંચપતિ છગનભાઈ ઉસ્કેરાઈ ગયા અને મહિલા ઓ ને કહ્યું કે તો તમારે જે થાય તે કરી લેજો બાદમા મહિલા ઓ રણચંડી બની ને સરપંચ પતિ ને જેમ ફાવે તેમ મહિલા ના ટોળા એ ગાળો દેઈ તું…તુ.મે..મે..સર્જાઈ હતી. તાજેતરમાં વડિયા પંથકમાં એક મહિલાનુ ડેંગ્યૂના કહેરથી મોત નિપજ્યું છે ત્યારે હવે તંત્ર જાગે તેવુ લોકો જણાવી રહ્યા છે વડિયામા અંદાજે ૧૦૦ જેટલા કેશો ડેંગ્યૂના નોંધાયા છે આ રીપોર્ટ તો માત્ર અડધો જ છે તેવુ પણ લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે જોકે વડિયા સરકારી દવાખાને ડેંગ્યૂના ના ટેસ્ટ ની લેબોરેટરી બંધ છે જેના કારણે લોકો ને પ્રાઈવેટ લેબોરેટરી ટેસ્ટ કરાવો પડેછે જેમા એક ટેસ્ટ ના ૫૦૦ રૂપિયા ઉપરનો ચાર્જ લાગી રહ્યો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.