મધ્યપ્રદેશમાં 54 મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી જતા 45 લોકોને મોત થયા હોવાનું સામે આવ્યું હતું ત્યારે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં પણ એક ભયાનક અકસ્માત થયો હતો.
ગઢમુક્તેશ્વરમાં દિલ્હીથી મુરાદાબાદ જઇ રહેલી એક બસ ખાડામાં પડી ગઈ હતી. આ ઘટનામાં એક મહિલા અને એક પુરુષનું મોત નીપજ્યું હતું જ્યારે 10 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં વહીવટી અધિકારીઓ સાથે પોલીસ બંદોબસ્ત સ્થળ પર પહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના સીધીમાં આજે સવારે મોટો અકસ્માત થયો હતો. 54 મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી હતી. અત્યારસુધીમાં 42 મૃતદેહ મળ્યા છે. 6 લોકોનો બચાવ થયો હતો. ડ્રાઈવર પોતે તરીને બહાર નીકળી ગયો હતો. તેની અટકાયત કરવામાં આવી છે. અધિકારીઓએ મૃતકોની સંખ્યા 45થી વધુ હોવાની આશંકા વ્યક્ત કરી છે. કેટલાક મૃતદેહો પાણીના વહેણમાં તણાઇ જવાની વાત પણ સામે આવી છે.