- ભુજ, પાટડી , રાપર, ધ્રોલ, હળવદ અને લોધિકામાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 10 લોકો ઈજાગ્રસ્ત
- પાટડીના મોટી મજેઠી અને રાજપર વચ્ચે દૂધના ટેન્કર અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં દાદા-પૌત્ર અને સાળાનું મોત : એક બાળકી ગંભીર
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ હાઈવે પર મોટી મજેઠી અને રાજપર વચ્ચે દૂધના ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમા દાદા-પૌત્ર અને સાળાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટનામાં એક બાળકીનો આબાદ બચાવ થયો હતો.જ્યારે એક બાળકી હજી કોમામાં વિરમગામ હોસ્પિટલમા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. સાળા-બનેવી પોતાના પરિવારના સંતાનો સાથે બાઈક પર બેંકમાંથી સ્કોલરશીપ ઉપાડવા માટે જઈ રહ્યા હતા ત્યારે જ અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ત્રણ બાળકોને લઈને સાળો બનેવી ભડેણાથી કમાલપુર બેંકમાં સ્કોલરશિપ ઉપાડવા જઈ રહ્યાં હતા ત્યારે આ ગોઝારા અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં દાદા અને પૌત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું અને સાળાનું વિરમગામ હોસ્પિટલમા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ અકસ્માતની ઘટનાની જાણ થતાં બજાણા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ દૂધના ટેન્કર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે દૂધનો ટેન્કર ચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર પાટડી તાલુકાના ભડેણા ગામના 60 વર્ષના કેસભાઈ ગંગારામભાઈ પાંચાણી પોતાના 8 વર્ષના પૌત્ર રોનક મેરૂભાઇ પાંચાણી અને પોતાના સાળા ઘનશ્યામભાઈ ઝાંપડીયા અને અન્ય બે દીકરીઓ આરતીબેન ઘનશ્યામભાઈ ઝાંપડીયા અને અંજનીબેન મેરૂભાઇ પાંચાણીને મોટરસાયકલ પર લઈને ભડેણાથી કમાલપુર સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં છોકરાઓના સ્કોલરશિપના નાણાં ઉપાડવા જઈ રહ્યાં હતા. ત્યારે સામે મજેઠીથી માતેલા સાંઢની માફક પૂરઝડપે આવતા દૂધના ટેન્કર ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા દૂધના ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમા દૂધનું ટેન્કર ફંગોળાઈને ખેતરમા જતું રહ્યું હતું. જ્યારે મોટરસાયકલ પર સવાર બધાય લોકો રોડ નીચે પટકાયા હતા. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં દાદા કેસભાઈ ગંગારામભાઈ પાંચાણી ( ઉંમર વર્ષ-60 )અને એમના પૌત્ર રોનક મેરૂભાઇ પાંચાણી( ઉંમર વર્ષ-8 )ને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડતા એમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સાળા ઘનશ્યામભાઈ ઝાંપડીયા અને એમની દીકરી આરતીબેન ઘનશ્યામભાઈ ઝાંપડીયા અને અંજનીબેન મેરૂભાઇ પાંચાણીને પણ ગંભીર ઈજાઓ પહોંચતા એમને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં તાકીદે સારવાર અર્થે વિરમગામ શાલિગ્રામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જેમાં મૃતક કેસભાઈ ગંગારામભાઈ પાંચાણીના સાળા ઘનશ્યામભાઈ ઝાંપડીયાનું પણ વિરમગામ હોસ્પિટલમા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત આરતીબેન ઘનશ્યામભાઈ ઝાંપડીયા હજી હોસ્પિટલમા કોમામાં છે. જ્યારે આ ગોઝારી ઘટનામાં એકમાત્ર અંજનીબેન મેરૂભાઇ પાંચાણીને માત્ર નાની મોટી ઈજાઓ પહોંચતા એનો આબાદ બચાવ થયો હતો.
આ ઘટનાના પગલે ભડેણા ગામના સરપંચ રાજુભાઈ સહિતના ગ્રામજનો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં બજાણા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ દૂધના ટેન્કર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે દૂધનો ટેન્કર ચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
રાપર તાલુકાના કીડીયાનગર નજીક બે બાઈકની ટક્કરમાં યુવાનનું મોત
રાપર તાલુકાના કીડિયાનગર અને ગાગોદર વચ્ચે બે બાઈક ભટકાતાં કિરણ નામેરીભાઈ સોલંકી નામના યુવાનનું મોત થયું હતું જ્યારે અન્ય બેને ઈજાઓ પહોંચી હતી. કીડિયાનગરના રહેવાસી કિરણ સોલંકી અને પ્રવીણ ગણેશ ચાવડા બાઈક નંબર જીજે-39-એ-9067 લઈને નિકળ્યા હતા. આ બન્ને મિત્ર બાઈકથી જઈ રહ્યા હતા ત્યારે ગાગોદરથી કીડિયાનગર વચ્ચે ભૂતિયા મહાદેવ મંદિર નજીક સામતા ભૂરા મકવાણાના ખેતર પાસે તેમને અકસ્માત નડયો હતો. સામેથી આવતી બાઈક નંબર જીજે-11-સીઈ-3215 સાથે ભટકાતાં ત્રણેય સવારને ઈજાઓ પહોંચી હતી. કિરણને ગંભીર ઈજાઓ હોવાથી તેને સારવાર અર્થે ભુજથી અમદાવાદ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જામનગર નજીક ઢીંચડા રોડ પર થારના ચાલકે બાઈકને અડફેટે લેતાં યુવક મોતને ભેંટ્યો
જામનગર નજીક ઢીચડા રોડ પર થારના ચાલકે એક બાઈકને અડફેટે લેતાં સબીરભાઈ દોદેપોત્રા નામના યુવાનને ગંભીર ઈજા થઈ હતી. તેઓને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે, તેમજ જીજી હોસ્પિટલે દોડી ગઈ છે,અને મૃતદેહને કબજે સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે અકસ્માતના બનાવ અંગે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
હળવદના કેદારીયા ગામ નજીક 30 વર્ષીય યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે મોત
હળવદના કેદારીયા ગામ નજીક 30 વર્ષીય યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર હળવદ તાલુકાના કેદારીયા ગામ નજીક રૂપા ડોસુભાઈ ગવારીયા નામનો 30 વર્ષીય યુવાન પોતાનું મોટરસાયકલ લઈને જતાં હતા ત્યારે અજાણ્યા વાહનનું ઠોકરે મોત નીપજ્યું હતું.
ધ્રોલ: બે બાઈક સામસામા અથડાતા યુવકનું મોત વાગુદડ ગામે કામ જતી વેળાએ સર્જાયો અકસ્માત:બે ઘવાયા
ધ્રોલ ના વાગુદડ રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત માં ધ્રોલના અનિકેત ગોવિંદભાઈ વાઘેલા ઉ.વ. 20 નામના યુવાનનું મોત થયું. અન્ય એક ને ગંભીર ઈજાઓ અને બાળક સહિત બે નાનીમોટી ઈજાઓ થઈ તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડયા
ધ્રોલ ના વાગુદડ રોડ પર બે મોટરસાયકલ નુ ભયંકર અકસ્માત સર્જાયુ હતુ જેમા ધ્રોલ ના અનિકેત ગોવિંદભાઈ વાઘેલા જેવો બહુચારાજી વેલ્ડિંગ મા નોકરી કરછે તેવો લ.ષ.10 ભર 6923 નંબર નુ બાઈક લઈ ને વાગુદડ ગામે વેલ્ડિંગ કામ કરવા માટે જતા હતા દરમિયાન વાગુદડ નજીક અકસ્માત જેમા સામે બાઈક ફુલ સ્પીડ લ.ષ.01.ાફ – 6923 નંબર ના બાઈક પર ત્રણ વ્યકિતઓ ખેતમજુર હોવાની પ્રાથમિક વિગત મુંજબ સવાર હતા જે બાઈક સામે અથડાતા કુલ 4 વ્યકિત ને ઈજાઓ પહોચી હતી જેમા ધ્રોલ ના ચામુડા પ્લોટ ના અનિકેત ગોવિંદભાઈ વાઘેલ ઉ.મ 20 ને માથાના તથા શરીર ના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનુ મોત થયુ હતુ, સામે બાઈક મા ત્રણ ખેત મંજુર ને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેવો ને તાત્કાલીક સારવાર માટે જામનગર હોસ્પિટલ મા ખસેડયા હતા આ બનાવ લઈ ધ્રોલ પોલીસ ધ્રોલ ના સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અનિકેત ને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ કરી કરી પોલીસે આગળ ની તપાસ હાથ ધરી
લોધીકામાં રોડના ખુટા સાથે ભટકાતા સગીર બાઈકચાલકનું મોત
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં એક બાળ કિશોરનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. બાળ કિશોર ઘરે કોઈને જાણ કર્યા વિના એમપી-69-એમઈ-6334 નામનું હીરો કંપનીનું એચએફ ડીલક્ષ મોટરસાયકલ લઈને લોધીકાથી ચાંદલી જતાં રોડ પર હનુમાન ધાર પાસે રોડના ખુટા સાથે ભટકાઈ જતાં માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા બાળ કિશોરનું મોત નીપજ્યું હતું.
નખત્રાણા-કોટડા હાઇવે પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં યુવાનનું મોત : બે ઈજાગ્રસ્ત
કચ્છના નખત્રાણા – કોટડા હાઇવે પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું છે જયારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર લખપતના દોલતપરાના વતની ફારૂક હુસેન લુહાર (ઉ.વ.18) રાઉમા આરીફ અહેમદ અને જુનેદ ઇબ્રાહિમ નોતિયાર સાથે પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે નખત્રાણા-કોટડા હાઇવે પર કાર સાથેના અકસ્માતમાં ફારૂક હુસેન લુહારનું મોત નીપજ્યું હતું જયારે અન્ય બેને ઇજા પહોંચી હતી.
માંડવીના બે યુવાનો દીવના દરિયામાં ડૂબ્યા એકનો બચાવ એક લાપતા
માંડવીના બે યુવાનો દીવના દરિયામાં ડૂબ્યાના સમાચાર પ્રાપ્ત થયાં છે. બંને યુવાનો દરિયામાં નાહવા પડ્યા હતા ત્યારે અચાનક બંને ડૂબવા લાગતા આસપાસના લોકો સહીતનાએ બચાવવાની કોશિશ કરતા એક યુવાનનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું જયારે અન્ય એક યુવાન હજુ પણ લાપતા હોવાનું સામે આવ્યું છે.