- અમન ઓલિમ્પિકમાં મેડલ જીતનારો સાતમો ભારતીય કુસ્તીબાજ બન્યો
- ભારતે અત્યાર સુધીમાં એક સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા
અમન સેહરાવતે પુરુષોની 57 કિગ્રા કુસ્તી કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે પ્યુર્ટો રિકોના ડેરિયન ક્રુઝને 13 5ના મોટા માર્જિનથી હરાવ્યો. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનો આ છઠ્ઠો મેડલ છે. ભારતે અત્યાર સુધીમાં એક સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. અમાને 9 ઓગસ્ટે રમાયેલી બ્રોન્ઝ મેડલ મેચમાં પ્યુર્ટો રિકોના ડેરિયન ટોઇ ક્રુઝને 13-5થી હરાવ્યો હતો. અમન ઓલિમ્પિકમાં મેડલ જીતનારો સાતમો ભારતીય કુસ્તીબાજ બન્યો છે. ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં 6 મેડલ જીત્યા છે, જેમાંથી પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વર છે. સૌ પ્રથમ મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેળવ્યો હતો.
ત્યારબાદ મનુ ભાકરે પણ મિશ્ર ટીમ ઈવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેળવ્યો હતો. તેમની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતો. સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો. ત્યારબાદ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ અને નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો. હવે અમાને પેરિસમાં ભારતીય તિરંગો ફરકાવ્યો છે. અમન સેહરાવતને સેમિફાઇનલ મેચમાં જાપાનના રેઇ હિગુચીના હાથે 0-10થી હારનો સામનો કરવો પડ્યો હતો.
અમાન સેમિફાઇનલ મેચમાં પ્રથમ ક્રમાંકિત જાપાની કુસ્તીબાજ સામે કંઇ ખાસ કરી શક્યો ન હતો અને મેચ માત્ર 2 મિનિટ 14 સેક્ધડ સુધી ચાલી હતી. રેઇ હિગુચી ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે જીત્યો. તમને જણાવી દઈએ કે જો કોઈ રેસલર 10 પોઈન્ટની લીડ લઈ લે છે, તો મેચ ત્યાં જ ખતમ થઈ જાય છે. હિગુચીએ અગાઉ રિયો ઓલિમ્પિક (2016)માં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં અમાને ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે અલ્બેનિયાના ઝેલિમખાન અબાકારોવને 12-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. એશિયન ચેમ્પિયનશિપ સુવર્ણ ચંદ્રક વિજેતા અને ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર દેશના એકમાત્ર પુરુષ કુસ્તીબાજ અમાને ક્વાર્ટર ફાઇનલમાં અબાકારોવ સામે આસાનીથી જીત મેળવી હતી. પ્રથમ રાઉન્ડમાં, અબાકારોવે ’નિષ્ક્રિયતા’ને કારણે એક પોઈન્ટ મેળવ્યો હતો અને પછી ’ટેક ડાઉન’ને કારણે બે પોઈન્ટ મેળવ્યા હતા.
સમાપન સમારોહમાં મનુ ભાકર સાથે પીઆર શ્રીજેશ ભારતના ધ્વજવાહક હશે
પેરિસ ઓલિમ્પિક 2024 ની શરૂઆત 26 જુલાઈએ ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ હતી, જ્યારે સમાપન સમારોહ 11 ઓગસ્ટે યોજાશે. ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે સમાપન સમારોહમાં હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ શૂટિંગમાં 2 બ્રોન્ઝ મેડલ જીતનાર મનુ ભાકર સાથે ભારત માટે ધ્વજ ધારકની જવાબદારી સંભાળશે. અગાઉ પીવી સિંધુએ ઓપનિંગ સેરેમનીમાં ભારત માટે મહિલા ધ્વજ ધારકની ભૂમિકા ભજવી હતી, જ્યારે શરત કમલે પુરુષ ધ્વજ ધારકની જવાબદારી સંભાળી હતી.ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ બંને ખેલાડીઓના નામની જાહેરાત કરતા પોતાના નિવેદનમાં કહ્યું કે શ્રીજેશ જ્યારે ધ્વજ ધારક તરીકે પસંદ કરવામાં આવ્યો ત્યારે તે ખૂબ જ ભાવુક હતો. તેની સાથે શેફ-ડી-મિશન ગગન નારંગ અને ભારતીય ટીમ પણ સમાપન સમારોહમાં હાજરી આપશે. શ્રીજેશે ભારતીય હોકી ટીમ માટે 2 દાયકા સુધી યોગદાન આપ્યું છે. જ્યારે પીટી ઉષાએ અગાઉ નીરજ ચોપડા સાથે વાત કરી હતી, જેણે પુરૂષ ધ્વજ ધારક માટે ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.