વસુધૈવ કુટુંબકમ્
૧૯૩ સભ્યોની યુએનજીએમાં મતદાન દરમિયાન ૧૪૧ સભ્ય દેશોએ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું
યુક્રેન પર રશિયાના હુમલાને એક વર્ષ પૂરું થાય તે પહેલાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આ યુદ્ધને અટકાવવા માટે પ્રસ્તાવ લવાયો હતો. આ પ્રસ્તાવને ભારે બહુમતથી પસાર કરાયો હતો. તેમાં રશિયા સમક્ષ યુક્રેનમાં દુશ્મનાવટનો અંત લાવવા અને તાત્કાલિક ધોરણે સૈન્યને પાછું બોલાવી લેવા અપીલ કરાઈ હતી.
૧૯૩ સભ્યો ધરાવતી યુએનજીએમાં મતદાન દરમિયાન ૧૪૧ સભ્ય દેશોએ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું. જ્યારે ૭ સભ્ય દેશોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. જોકે મતદાન દરમિયાન ૩૨ સભ્ય દેશો ગેરહાજર રહ્યા હતા જેમાં ભારત અને ચીન પણ સામેલ હતા. રશિયા, બેલારુસ, ઉ.કોરિયા, ઈરીટ્રિયા, માલી, નિકારાગુઆ અને સીરિયા આ પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કરનારા દેશોમાં સામેલ હતા.
આ પ્રસ્તાવમાં બને તેટલી ઉતાવળે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના સિદ્ધાંત અનુસાર યુક્રેનમાં એક વ્યાપક, ન્યાયસંગત અને કાયમી શાંતિ સ્થાપિત કરવાને રેખાંકિત કરાયું. પ્રસ્તાવમાં રાજદ્વારી પ્રયાસો માટે સમર્થનને બમણું કરવા માટે સભ્ય રાજ્યો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને પણ બોલવાયા હતા. આ પ્રસ્તાવે યુક્રેનની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતા માટે સમર્થનની પુષ્ટી કરી અને દેશના કોઈપણ ભાગ પર રશિયાના દાવાને ફગાવી દીધો હતો.