સંગીતથી મગજ શાંત કરવામાં મદદ થાય છે એવું કહેવાય છે, પરંતુ એ સંગીત કેવું હોવું જોઈએ એ વધુ મહત્ત્વનું છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે પર્સનાલાઈઝ્ડ મ્યુઝિક પ્રોગ્રામ સંભળાવવાથી અલ્ઝાઈમર્સના દરદીમાં એન્ગ્ઝાયટી ઘટે, મૂડ સુધરે અને મગજમાં ક્ન્ફુજનના કારણે આવતી વ્યગ્રતા ઘટી શકે છે.આ પર્સનલાઈઝ્ડ મ્યુઝિક જ કેમ? નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે અલ્ઝાઈમર્સ કે ચિત્તભ્રાંતિના દરદીઓને અનફેિમ્લિયર મ્યુઝિક સંભળાવવામાં આવે છે ત્યારે ફાયદો થવાના બદલે તેઓ વધુ એન્ગ્ઝાયટી અનુભવે છે. જાણીતું સંગીત ન હોય ત્યારે દરદીઓ મગજથી ક્યાંક ખોવાઈ જાય છે અને મૂડમાં જબ્બર ઉતાર-ચઢાવ આવી શકે છે.એના કરતાં દરેક વ્યક્તિના બેકગ્રાઉન્ડ મુજબ તેને ગમતું અને તેણે પહેલાં એન્જોય કર્યું હોય એ પ્રકારનું સંગીત વગાડવામાં આવે તો ન્યુરોડીજનરેટિવ રોગમાં મદદ થઈ શકે છે.અલ્ઝાઇમરની બિમારી (અઉ), જે ફક્ત અલ્ઝાઈમર તરીકે ઓળખાય છે, તે એક ક્રોનિક ન્યુરોડીજેનેરેટીવ રોગ છે જે સામાન્ય રીતે ધીમે ધીમે શરૂ થાય છે અને સમય જતાં બગડે છે. તે ડિમેનશિયાના ૬૦-૭૦% કિસ્સાઓનું કારણ છે. સૌથી સામાન્ય પ્રારંભિક લક્ષણ શોર્ટ ટર્મ મેમરી લોસ છે.
અલ્ઝાઈમર્સના દર્દીઓને મનગમતું સંગીત સાંભળવાથી થશે ફાયદો…
Previous Articleઆ તે કેવી સ્કૂલ….? જ્યાં લગ્ન કેમ કરવા એ પણ શીખડાવે છે……
Next Article મહેનત ત્યારે જ લેખે લાગે જ્યારે જમીન ફળદાઈ હોય…