લોકડાઉનમાં પણ નિલેશભાઇ ડેડાણીયાએ ફી લીધા વગર વિદ્યાર્થીઓને ભણાવ્યા

શિક્ષણ જગતમાં હવે આપણે વિદેશની સાથે ધીમે ધીમે કદમ માંડ્યા છે તો પણ જ્યારે ગુરુની વાત ૨૦ આવે ત્યારે ગુરુ દ્રોણાચાર્યનું દ્રષ્ટાંત આપવામાં આવે છે. આજના સમયના જાણીતા કેળવણીકાર અને આધુનિક દ્રોણાચાર્ય નું બિરુદ ઉપલેટા ના વતની અને શિક્ષણ તજજ્ઞ નિલેશભાઈ ડેડાનિયા ને મળેલ છે.બેદલાતા સમય સાથે ગુરુકુળ થી લઈડે સ્કૂલ સુધીનો ક્ધસેપ્ટ આવી ગયો છે. સરકારી સ્કુલ ત્યાર પછી ખાનગી સ્કૂલ ના દોર વચ્ચે હવે સ્માર્ટ એજ્યુકેંશન મહત્વનું બન્યું છે. સૌરાષ્ટ્ર થી લઇ ગુજરાત અને સમગ્ર દેશભરમાં શિક્ષણ જગતમાં પણ જાણે કે ગળાકાપ તીવ્ર સ્પર્ધા મંડાય હોય તે રીતે સ્કૂલ શરૂ ઊઊ થઈ રહી છે. પેરેન્ટ્સ પણ પોતાના બાળકને કઈ સ્કૂલમાં એડમિશન અપાવે છે જેના લીધે સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ એજ્યુકેશન આપી શકે તેને લઈને મનોમંથન કરતા હોય છે. આ મૂંઝવણનો અંત ગુજરાતનો પ્રાઉડ કહી શકાય તેવી મધર પ્રાઈડ સ્કૂલ પાયો નાખનાર નિલેશભાઈ ડેડાણીયા લાવ્યા છે. ઉપલેટા તાલુકામાં સીબીએસસી બોર્ડ લાવીને શિક્ષણ જગત માટે એક ક્રાંતિ સર્જી હતી એવી જ રીતે તાજેતરમાં તેમને ગાંધીનગર ખાતે એક આધુનિક એજ્યુકેશન માટે સ્કૂલ શરૂ કરી છે. ગાંધીનગર ખાતે આ સ્કૂલ શરૂ કરવાનો તેમનો એક જ માત્ર હેતુ રહેલો છે કે સૌરાષ્ટ્રમાંથી વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ અને ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદ અને ગાંધીનગર જતા હોય છે ત્યારે માદરે વતન નું ઋણ ચૂકવવા માટેના તેમના આ સ્વપ્નને સાકાર કરવા સ્માર્ટ શિક્ષણ સાથે સુવિધાથી સજ્જ હાઇટેક, વર્ષોથી અનુભવી એવા શિક્ષણ તજજ્ઞ સાથે નિલેશભાઈ ડેડાણીયાએ સ્કૂલ શરૂ કરી છે. સૌ કોઈ જાણે છે કે નિર્લેશ ભાઈનો શિક્ષણ માટેનો સેવાયજ્ઞ વર્ષોથી ચાલતો આવે છે. ઉપલેટા શહેરના વતની અને મધર્સ પ્રાઈડ સ્કૂલ, ઉપલટા ના ફાઉન્ડર નિલેશભાઇ ડેડાણીયા કે જેઓ ગુજરાત રાજ્ય તેમજ અન્ય રાજ્યની લગભગ ૧૬૦ સ્કૂલો સાથે સંકડાયેલ છે. સેંસ્થાનો હબ કહેવાતા શહેર ગાંધીનગર કે જ્યાં આઇ.આઇ. ટી, તેમજ પી. ડી. પી. યુ. જેવી ખ્યાતનામ સંસ્થાઓ છે. તેમજ એલન, આકાશ, જેવા ભારત ના વિખ્યાત કોચિંગ ક્લોસ ચાલે છે તેવા શહેર ગાંધીનગર મુકામે એક વિશિષ્ટ અને અત્યાધુનિક અંગ્રેજી માધ્યમ ની સ્કૂલ ઊભી કરેલ છે.

હાલ કોરોના મહામારીને કારણે જ્યારે વાલીઓ તેમજ સ્કૂલો વચ્ચે વિખવાદ ચાલી રહ્યા છે ત્યારે તેમણે જ્યારથી લોક ડાઉન શરૂ થયેલ ત્યારથી કોઈ પણ જાતની ફી લીધા વગર તેમની ગાંધીનગરની ધ, મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, લેકવાડા, ગાંધીનગર (સીબીએસઇ એફિલિયટેડ)માં બાળકોને ભણાવેલ છે. તેમની આ પહેલથી સમાજ શ્રેષ્ઠિઓ, રાજકીય આગેવાનો, તેમજ વાલીઓ દ્વારા ખુબજ પ્રશંસા થયેલ છે.

વધુમાં તેઓએ વતનનું ઋણ ચૂકવવા માટે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના બાળકો માટે પોતાની સ્કૂલમાં – એક હોસ્ટેલ ઊભી કરવા જઈ રહ્યા છે. ખુબજ વિશાળ અને ગ્રીન કેમપ્સ, એર કન્ડિશન રૂમ, આરોગ્ય પ્રદ તેમજ સાત્વિક આહાર સભર કેન્ટીન વગેરે સગવડતા સાથે ખુબજ વ્યાજબી ફી માં મર્યાદિત સંખ્યામાં વિધ્યાર્થીઓ લેવામાં આવશે, આમ હવે આપણા બાળકને દૂર દૂર માઉન્ટ આબુ કે પૂના વગેરે છે. સ્થળે મોકલવાની જરૂર રહેશે નહીં. જે વાલીઓને વધુ વિગત જોઈતી હોય તો નિલેશભાઇની ૮૯૮૦૫૯૪૨૨૨ ઉપર સંપર્ક કરી શકે છે.

સીબીએસઇ એડવાઇઝરની સેવા બદલ ડો.અબ્દુલ કલામે પણ અભિનંદન પાઠવેલા

PhotoGrid 1613586623897

નિલેશભાઇએ દિલ્હીની ખ્યાત નામ સંસ્થા સરદાર પટેલ વિદ્યાલયમાં તેમજ રાજકોટની એસ. એન. કણસાગરા સ્કૂલમાં ફરજ બજાવેલ આ ઉપરાંત અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ, ઉદગમ સ્કૂલ, અમદાવાદ પબ્લિક સ્કૂલ, કોસ્મોસ કેસટલ સ્કૂલ, નિર્માણ સ્કૂલ, ખ્યાતિ વર્ડ સ્કૂલ જેવી પ્રખ્યાત સ્કૂલોમાં તેઓ સીબીએસઇ એડવાઇસર તરીકે સેવા આપેલ છે આ સેવાની ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે નોંધ લઇને નિલેશભાઇને બિરદાવીને અભિનંદન પાઠવેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.