દરેક રોગો પહેલા માનસીક બાદમાં શારીરિક અસર કરે છે તેથી સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનો ખ્યાલ રાખવા ખુબજ જરૂરી: બ્રહ્મકુમારી અંજુ દીદી
એક સમયે મધુમેહ ગણાતા ડાયાબીટીશનો આજે ઈલાજ શકય બન્યો છે. લોકો તેના પ્રત્યે વધુ સભાન થયા છે. જેને લઈ વિવિધ પ્રકારના ડાયાબીટીશન જાગૃતિ કાર્યક્રમો યોજાતા હોય છે. જેના ભાગ‚પે બ્રહ્માકુમારીઝ મહિલા વિંગ દ્વારા તેમજ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા અલવિદા ડાયાબીટીશન સેમીનારનું આયોજન રાજકોટની પંચશીલ સોસાયટી સેવા કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું.
જયાં ડાયાબીટીશના લક્ષ્ણો કારણોથી લઈ નિવારણ અને સારવાર સુધીનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. કાર્યક્રમમાં ડાયાબીટીશ અંગે જાગૃતતા ફેલાવવા માટે સંપૂર્ણ આયોજન અને તેમાં માર્ગદર્શન શ્રીમંત શાહુ દ્વારા આપવામાં આવ્યું હતું.
આ તકે રાજયોગીની બ્રહ્માકુમારી અંજુએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયે દરેકના ઘરોમાં તણાવ અને ટેન્શનના કારણે દરેકમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે. જેના લીધે નકારાત્મક વિચારો આવે છે અને તેથી બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબીટીશન જેવી બીમારીઓનું પ્રમાણ દિવસને દિવસે વધતું જાય છે. આ સમસ્યાનું સમાધાન માટે બ્રહ્માકુમારીઝ દ્વારા અલવિદા ડાયાબીટીશનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં સકારાત્મકતા લાવી ડાયાબીટીશ અંગે જાગૃતતા લાવવાનો છે. ભવિષ્યમાં કોઈપણ પડકારો કે રોગથી લડવાનું થાય ત્યારે સૌપ્રથમ તો માણસ માનસીક રીતે હારી જતો હોય છે. માટે મનોબળ મજબૂત બનાવવાની જ‚ર છે. બીકોઝ હેલ્ધી લાઈફ ઈઝ વેલ્ધી લાઈફ સ્વાસ્થ્ય, સમાજ અને સ્વચ્છતાનું બેલેન્સ રાખવાથી જીવન સફળ બનાવી શકાય.