ગુજરાત સરકાર દ્વારા આજે “રાષ્ટ્રીય બાલિકા દિવસ” નિમિતે રાજ્યવ્યાપી ઉજવણી કરવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રી રમેશભાઈ છાયા સભાગૃહ ખાતે તેજસ્વિની પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાયત્રી મહેતા બન્યા ડે.મેયર, કૃપાલી ઉગસીયાએ મ્યુનિ.કમિશનરનું પદ શોભાવ્યું
આજે કોર્પોરેશનના શ્રી રમેશભાઈ છાયા સભાગૃહ ખાતે યોજાયેલ તેજસ્વિની પંચાયત કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન દેવુબેન જાદવ, પ્લાનીંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા, નાયબ કમિશનર અનિલ ધામેલીયા, ઈ.ચા.નાયબ કમિશનર એચ.આર.પટેલ, ઈ.ચા. પ્રોગ્રામ ઓફિસર તૃપ્તિબેન કામલીયા, ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેર, પી.એ.ટુ કમિશનર અજય પરસાણા, મેનેજર કે.બી.ઉનાવા, વી.ડી.ઘોણીયા, એચ.જી.મોલીયા, આઈ.સી.ડી.એસ.શાખાના સી.ડી.પી.ઓ., અન્ય કર્મચારીઓ તથા આજનાતેજસ્વિની પંચાયતકાર્યક્રમમાં કોર્પોરેટર તરીકેનો રોલ ભજવી ઉપસ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની 100 જેટલી બાલિકાઓ ઉપસ્થિત રહેલ હતી.
આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયેલ છે. આ 50 વર્ષમાં રાજકોટ શહેરના ઘડતર માટેના નિયમો આ સામાન્ય સભા ખંડમાં ઘડાયા છે. આ કાર્યક્રમ બદલ બાલિકાઓને બોર્ડની કાર્યવાહીનું સંચાલન કરવાની એક સુંદર તક મળેલ છે જે ખુબ ખુબ અભિનંદનને પાત્ર છે. સ્વામિ વિવેકાનંદનું સૂત્ર છે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આ સુત્રને ચરિતાર્થ કરવા ખુબ મહેનત કરો અને આગળ વધો તેવી શુભેચ્છા પાઠવેલ છે.
આજના તેજસ્વિની પંચાયત કાર્યક્રમમાંમેયર તરીકે જીલબેન કનેરીયા, ડેપ્યુટી મેયર તરીકે ગાયત્રીબેન મહેતા, કમિશનર તરીકે કૃપાલીબેન ઉગસીયા તેમજ સેક્રેટરી તરીકે ચાર્મીબેન વસોયાએ રોલ ભજવી ડાયસ સંભાળેલ હતું. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ સામુહિક વંદે માતરમ ગાનગાઈને સામાન્ય સભાની શરૂઆત કરવામાં આવી. બાદમાં, સેક્રેટરીએ વિવિધ કોર્પોરેટરે રજુ કરેલ પ્રશ્ર્નનું વાંચન કરેલ અને તેનો વિગતવાર જવાબ કમિશનરે રજુ કરેલ હતો.
આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ટોકન સ્વરૂપે સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યું. આ કાર્યક્રમની આભારવિધિ શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા દ્વારા કરવામાં આવેલ.