સંગ્રહ શક્તિમાં વધારાની સાથે વજન પણ અન્ય ડબ્બા કરતા ઓછો : 61 એલ્યુમિનિયમના રેક હિંડાલકો દ્વારા બનાવાયા
રેલવે હાલ પુર ઝડપે આગળ વિકાસ પામી રહી છે. ત્યારે રેલવેનો પરવિહન ખર્ચ ઘટે અને માલ ઝડપી નિયત સ્થળ પર પહોંચે તે માટે સરકારે એલ્યુમિનિયમ ડબ્બા મુકવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ જે એલ્યુમિનિયમ ડબ્બા બનાવવામાં આવ્યા છે તેનું વજન ખૂબ જ ઓછું છે અને તેની સંગ્રહ શક્તિ પણ અન્ય ડબ્બાઓની સરખામણીમાં વધુ છે. હિંડાલકો કંપની દ્વારા આ પ્રકારના એક્સાઈટ એલ્યુમિનિયમના દબાવો નો ઉત્પાદન કરવામાં આવ્યું છે જે માલ પરિવહન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને કાર્બનનો પણ બચાવ થતો જોવા મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ હીંડાલકો દ્વારા જે ડબ્બાઓ બનાવવામાં આવ્યા છે તે પહેલાંના ડબ્બાઓની સરખામણીમાં 180 ટન જેટલા હળવા છે અને 10 ટકા વધુ માલ સંગ્રહ કરી શકે છે. ઓડિશામાં આ ડબ્બાઓ હિંડાલકો આદિત્યના કોલસા પણ સંગ્રહિત કરી તેનો પરિવહન કરશે. હાલ જે ડબ્બાનો ઉત્પાદન કરવામાં આવ્યું છે તે ભારતીય રેલવે માટે એક મહત્વપૂર્ણ ભાગ ભજવશે અને એક નવીનતમ ઇનોવેશન તરીકે પણ કાર્ય કરશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ જણાવ્યું હતું કે જે નવા એલ્યુમિનિયમ દબાવો બનાવવામાં આવ્યા છે તે પ્રતિ એક ડબ્બો 14,500 ટન જેટલું કાર્બનની તેની કાર્ય અવધિ સુધી બચત કરશે. એટલુંજ નહીં 100 ટકા પુન:ઉત્પાદન પણ કરી શકાશે. બીજી તરફ 30 વર્ષ બાદ પણ યથાવત રીતે કાર્ય કરશે. આગામી વર્ષોમાં રેલવે નો રોડ મેપ જાહેર કરાયો છે જેમાં એક લાખ ડબ્બાઓ નો સમાવેશ કરાશે.
ભારતીય રેલવે અત્યારના અન્ય દેશો ઉપર નિર્ભર રહેતું હતું પરંતુ હવે તે સંપૂર્ણ ભારતીય ચીજ વસ્તુઓ ઉપર નિર્ભર રહી ભારતીય રેલવેને વધુ વિકસિત અને વિકાસશીલ બનાવવા માટે કાર્ય હાથ કરશે જેના માટે રેલવે મંત્રાલયએ આરડીએસઓ, હિંડાલકો અને બેસકો સાથે ભાગીદારી કરી છે. હાલ ભારતીય રેલવેમાં જે એલ્યુમિનિયમ દબાવવાનું નિર્માણ કરવામાં આવ્યું છે તે ઉચ્ચ ગુણવત્તા વાળા એલ્યુમિનિયમ એલોઈ પ્લેટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના માટે વૈશ્વિક ટેકનોલોજી નો પણ ઉપયોગ કરાયો છે.